અમૃતસર એરપોર્ટ પર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલની પત્નીની અટકાયત કરાઇ

92

નવી દિલ્હી,તા. 20 એપ્રિલ 2023, ગુરુવાર : ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં ભાગેડુ જાહેર કરવામાં આવી હતી અને સમગ્ર દેશમાં વોન્ટેડ હતી.જેને ગુરુવારે લંડન જતી વખતે અમૃતસર એરપોર્ટ પર રોકવામાં આવી છે.

મળતા સૂત્રો પ્રમાણે, કિરણદીપ કૌર અમૃતસર એરપોર્ટથી બર્મિંગહામ ભાગવાનો પ્રયાસ કરી રહી હતી, જેને લઇને અમૃતસર એરપોર્ટ પહોંચી હતી.પરંતુ ગુપ્ત માહિતીના આધારે એરપોર્ટ પર પહેલેથી જ હાજર પોલીસે તેને કસ્ટડીમાં લીધા બાદ તેમની પૂછપરછ શરૂ કરી હતી.મહત્વનુ છે કે, કિરણદીપ કૌર પર ખાલિસ્તાની સમર્થકોને ફંડિંગ કરવાનો આરોપ છે. 28 વર્ષની કિરણદીપ કૌર યુકેની નાગરિક છે અને તે પહેલેથી જ ખાલિસ્તાની સમર્થક છે.અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર માત્ર પંજાબ પોલીસ જ નહીં પરંતુ યુકે પોલીસના પણ રડારમાં હતી

અમૃતપાલ સાથે લગ્ન કરતા પહેલા જ તે અલગતાવાદી સંગઠન બબ્બર ખાલસાના સંપર્કમાં હતી અને તેના પતિ અમૃતપાલ સિંહની આગેવાની હેઠળના WPD માટે ભંડોળનું મેનેજમેન્ટ કરતી હતી.આ હરકતોને કારણે તે 2020માં યુકે પોલીસના રડારમાં આવી ગઈ હતી.

Share Now