ધનોતપનોત : સુરત આપ પાર્ટીના વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા

83

સુરત, તા. 21 એપ્રિલ 2023 શુક્રવાર : સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના વધુ બે કોર્પોરેટરો આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે.ગત શુક્રવારે ભાજપમાં જોડાયા હતા.આજે બે વધુ જોડાતા આમદની પાર્ટીના કોર્પોરેટરોની સંખ્યા ઘટીને 15 થઈ ગઈ છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આદમી પાર્ટીની 27 બેઠક આવી હતી.વિધાનસભાની ચૂંટણી પહેલા જ આપના ચાર કોર્પોરેટરો ભાજપમાં બિન સત્તાવાર રીતે જોડાયા હતા.ગત શુક્રવારે વધુ 6 કોર્પોરેટરો આપ છોડીને ભાજપમાં આવી જતા 10 કોર્પોરેટરો ભાજપમાં આવી ગયા છે.ત્યારબાદ આજે કોનું ગેડીયા અને અલ્પેશ પટેલ ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે.તેઓએ કહ્યું હતું કે ભાજપની વિચારધારા અને જોઈને તેઓ ભાજપમાં જોડાયા છે જ્યારે બીજી તરફ આમદની પાર્ટી એ કોર્પોરેટરો પૈસા લઈને ભાજપમાં જોડાયા હોવાનો આક્ષેપ કર્યો છે.

AAPમાંથી કનુ ગેડિયા અને રાજેશ મોરડીયાની હકાલપટ્ટી

આમ આદમી પાર્ટીમાં વિભીષણની ભૂમિકા નિભાવનારા કનુ ગેડીયા અને રાજેશ મોરડીયાને પાર્ટી દ્વારા તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં આવી છે.આ અંગે આમ આદમી પાર્ટીએ આ બન્ને કોર્પોરેટરો દ્વારા રૂપિયાની લાલચ આપીને અન્ય કોર્પોરેટરોને તોડવામાં આવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.આપ દ્વારા આજે કનુ ગેડીયા અને રાજેશ મોરડીયાને પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવા સંદર્ભે જણાવવામાં આવ્યું હતું કે, આ બન્ને કોર્પોરેટરો ભાજપ પાસેથી રૂપિયા લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને તોડાવાની ભૂમિકા નિભાવી રહ્યા હતા.

આપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કનુ ગેડીયા અને રાજેશ મોરડીયાને ભાજપ દ્વારા રૂપિયા આપવામાં આવ્યા છે અને ભાજપના કહેવા પ્રમાણે પાર્ટીના અન્ય કોર્પોરેટરોને ઉશ્કેરી,લલચાવી,ભ્રમિત તેમજ દબાણ કરીને આપમાંથી ભાજપમાં જોડાવવાની કોશિષ કરતા હતા.પાર્ટી દ્વારા પણ આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવતાં અને અન્ય કોર્પોરેટરોની પૂછપરછ કરતાં આ તથ્ય જણાઈ આવ્યું હતું.જેને પગલે પાર્ટીમાં રહીને જ કોર્પોરેટરો તોડવાની કામગીરીમાં સંડોવાયેલા આ બન્ને કોર્પોરેટરોને આપ દ્વારા તાત્કાલિક અસરથી પ્રાથમિક સભ્યમાંથી દૂર કરવામાં આવ્યા છે.

Share Now