વડોદરામાં આયોજિત મન કી બાતના એપિસોડ પ્રદર્શનીમાં CR પાટીલે હાજરી આપી, જાણો શું કહ્યું

90

– 100 એપિસોડ પૂરા થતા વડોદરા ખાતે આજે 1 થી 99 એપિસોડનું પ્રદર્શન યોજાયું
– સી.આર.પાટીલ દ્વારા વડોદરા ખાતે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

વડોદરા, તા. 21 એપ્રિલ 2023 શુક્રવાર : પીએમ નરેન્દ્ર મોદીનો રેડિયો શો ‘મન કી બાત’ ના 100 એપિસોડ પૂરા થઈ રહ્યા છે.જેને લઈ વડોદરાની ખાનગી શાળામાં આગામી 30મી એપ્રિલે મન કી બાતના 1 થી 99 ભાગની માહિતી આપતું પ્રદર્શન યોજવામાં આવશે.જેને લઈ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા માહિતી આપવામાં આવી હતી.ત્યારે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો શો ‘મન કી બાત’ના 100 એપિસોડ પૂરા થતા આજે 1 થી 99 ભાગની માહિતી આપતું પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.જેને લઈ સી.આર.પાટીલ હાલ ઉર્વી સ્કૂલ ખાતે પહોંચ્યા હતા.જ્યાં તેમનું સ્વાગત કરવા દંડક બાળુ શુકલ અને સાંસદ રંજનબેન ભટ્ટ હાજર રહ્યા હતા.ત્યારે આજરોજ 1 થી 99 ભાગની માહિતી આપતું પ્રદર્શનનું 1 થી 99 ભાગની માહિતી આપતું પ્રદર્શનનું સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવશે.જેને લઈ મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે,30મી એપ્રિલે મનકી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ છે.જેના ભાગ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી અને સાંસદના સહયોગથી 1થી લઈ 99 એપિસોડને એમએસયુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કન્ટેન્ટ તૈયાર કર્યા હતા.જે થયેલ બાળક શોધી કાઢ્યું હતું પ્રદર્શનનું આજે સી.આર,પાટીલ દ્વારા ઉદ્વાટન કરવામાં આવી રહ્યું છે.ત્યારે આ અંગે સી.આર,પાટીલ જણાવે છે કે, ‘મન કી બાત’ના 1 થી 99 એપિસોડ પૂરા કરીને 30મી એપ્રિલના રોજ 100મો એપિસોડ રજૂ થવાનો છે.ત્યારે 1થી 99 એપિસોડમાં પ્રધાનમંત્રીએ શું કર્યું તેની એક ઈબુક અને પ્રદર્શીની રજૂ થવા જઈ રહ્યું છે.વડોદરા સંસ્કારી નગરી છે.સાથે સાથે કંઈક નવું કરવાની પ્રેરણા આ શહેરના લોકોમાંથી મળે છે.તેવું આ શહેર છે. 100માં એપિસોડ પહેલ 1થી99 એપિસોડમાં શું હતું તેની માહિતી લોકો પાસે પહોંચે તેની માટે આ પ્રદર્શીની તૈયાર કરી છે.આ એપિસોડ દરમિયાન 36 એપિસોડમાં ગુજરાતનો અને વડોદરાનો ઉલ્લેખ કર્યો છે.

વધુમાં તેઓ કહે છે કે, વડાપ્રધાન મોદીના 1થી 99 એપિસોડમાં શું હતું તેની માહિતી લોકો સુધી પહોંચાડવા આ પ્રદર્શીની લઈ આવ્યા છે.જેની માટે ખૂબ જહેમત કરી છે.આ પ્રદર્શીની જોવા માટે ત્રણ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. 99 એપિસોડ માટે પ્રદર્શિની બનાવી પણ 100માં એપિસોડની ઉજવણી કરાય તે માટે સુરત શહેરની અંદર 4000 લોકો એકસાથે આ કાર્યક્રમ જૂએ તેવો કાર્યક્રમ છે.દરેક પ્રકારના લોકો તેમાં જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.આ માટે અલગ અલગ બુથ બનાવવામાં આવ્યા છે.આ બુથમાં 20થી 25 લોકો કાર્યક્રમ જોવે તેઓ પ્રયત્ન કરાયો છે.અરવલ્લીના મોડાસામાં પણ 3000 લોકો એકસાથે કાર્યક્રમ નિહાળે તેનું આયોજન કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે.આખા દેશમાં જે પ્રેરણાદાયક કાર્યક્રમની માહિતી મનકીબાત દ્વારા તેઓ લોકો સુધી પહોંચાડે છે.અને એટલા માટે જ સતત પોઝીટિવ વાત,આવા કાર્યક્રમ કરવાની કોનું ભલું થઈ શકે તેની વાત કરતા હોય છે.જેથી તેમનો આભાર માની હું સૌ કાર્યકર્તાઓને અપિલ કરૂ છું કે, તમે પણ મનકી બાતના કોઈ એક આંક પકડો અને તેની માહિતી તમે ઓડિયો કે વિડીયો દ્વારા મોકલજો તમે મોકલજો અમે ચોક્કસ સુધી વડાપ્રધાન સુધી પહોંચે તે પ્રયત્ન કરીશું.મારી આપ સૌને વિનંતી છે કે, વ્યક્તિગત રીતે કોઈ કાર્યક્રમને હાથમાં લઈ તેની પર લાગ્યા રહો. તેવી મારી આપ સૌને વિનંતી છે.

Share Now