તમિલનાડુમાં મોટી કાર્યવાહી ! જી સ્ક્વેર કંપની પર 50થી વધુ સ્થળોએ ITના દરોડા

60

– રિયલ એસ્ટેટ સેક્ટરની જી-સ્ક્વેર પર ITના દરોડા,આ કંપની CM સ્ટાલિનના પરિવારની નજીક હોવાની શક્યતા
– આ ટોચની રિયલ એસ્ટેટ કંપનીના સાચા માલિક અને ભાગીદાર કોણ છે? તે જાણવા પ્રયાસ

દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં એક રિયલ એસ્ટેટ કંપની જી સ્ક્વેર પર આવકવેરા વિભાગ (IT Department) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.તમિલનાડુમાં લગભગ 50 જેટલાં સ્થળોએ આ દરોડાની કાર્યવાહી કરાઈ હતી.માહિતી અનુસાર આ કંપની રાજ્યની સત્તારુઢ પાર્ટી ડીએમકેના શાસક સીએમ સ્ટાલિનના પરિવારની નજીકની હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

કોની સામે અને ક્યાં ક્યાં ચાલી રહી છે કાર્યવાહી?

માહિતી અનુસાર આઈટી વિભાગના અધિકારીઓ 50થી વધુ સ્થળોએ તપાસ કરી રહ્યા છે.જી સ્ક્વેર રિયલ્ટર પર આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.સૂત્રોએ જણાવ્યું કે આવકવેરા વિભાગના અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ ટોચની રિયલ એસ્ટેટ કંપનીના સાચા માલિક અને ભાગીદાર કોણ છે?

મુખ્યમંત્રી સ્ટાલિનના સાળાને ત્યાં દરોડાની કાર્યવાહી?

ચેન્નઇમાં હેડઓફિસની સાથે વિવિધ સ્થળોએ દરોડાની કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે.સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના સાળાની ઓફિસ અને રેસીડેન્સ ઉપર પણ આઈટીની કાર્યવાહી ચાલી રહી છે.સ્ટાલિનના સાળાનું નામ શાનમુગરાજ છે અને તે સબારીસાનના ઓડિટર છે.તેમનું ઘર અન્નાગરમાં આવેલ છે.જી સ્ક્વેર રિયલ્ટર્સ એક ખાનગી કંપની છે.જોકે હાલમાં તે રાજ્યની સૌથી મોટી રિયલ્ટર્સ કંપની બની ચૂકી છે.જે સમગ્ર દક્ષિણ ભારતમાં આગવી ઓળખ ધરાવે છે.

Share Now