છોટાઉદેપુર જિલ્લાની સહકારી સંસ્થાઓની ચૂંટણી પહેલા સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા છે.પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આ તમામ આગેવાનો ભાજપમાં સામેલ થયા છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નેતૃત્વમાં આ તમામ આગેવાન પ્રદેશ ભાજપમાં જોડાયા છે.ભાજપનાં મહામંત્રી રજની પટેલ હસ્તે સહકારી ક્ષેત્રના આગેવાનો કેસરિયા કર્યા છે.
વિપક્ષ નેતા દિવ્યેશ સહિત 7 લોકો ભાજપમાં
સહકારી સંસ્થાની ચૂંટણી પહેલા બોડેલી કોંગ્રેસમાં ભંગાણ પડ્યુ છે.બોડેલી APMCના ચાર ડિરેક્ટરો ભાજપમાં જોડાયા છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તમામ લોકોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો.બોડેલી તાલુકા પંચાયતના વિપક્ષ નેતા દિવ્યેશ સહિત 7 લોકો ભાજપમાં સામેલ થયા છે.
અગાઉ આમ આદમી પાર્ટીના નેતા ભાજપમાં જોડાયા હતા
આ અગાઉ સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું હતુ.છ કોર્પોરેટર આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.સુરતના ઉધનામાં આવેલા ભાજપના કાર્યાલય ખાતે આદમી પાર્ટીના 6 કોર્પોરેટરો પહોંચ્યા હતા.આ પહેલા AAPના 4 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા અને બાદમાં વધુ 6 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.આ સાથે કુલ 10 કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
નિરાલી પટેલ અશોક ધામી,ધર્મેન્દ્ર વાવલિયા ભાજપમાં જોડાયા હતા.તો AAPના કોર્પોરેટર કિરણ ખોખાણી,ઘનશ્યામ મકવાણા,જ્યોતિ લાઠિયાસ પણ ભાજપમાં સામેલ થયા હતા.તમામ કોર્પોરેટરે આક્ષેપ કર્યો કે AAPમાં તેઓ ત્રાહિમામ પોકાર્યા હતા..હવે તેઓ ભાજપમાં જોડાઈ વિકાસની રાજનીતિને અપનાવવા માગે છે.