૩૭ દિવસ, ૧૦ સિટીઝ અને નવ ધરપકડ બાદ ખાલીસ્તાની અમૃતપાલ ‘સરેન્ડર’

63

– ૧૮મી માર્ચે જલંધરમાં વાહનો બદલ્યા કરીને અને એ પછી ૨૮મી માર્ચે હોશિયારપુરમાં વધુ એક વખત છટકી ગયો હતો

૩૭ દિવસ સુધી ૧૦ શહેરોમાં તપાસ અને નવ સાથીઓની ધરપકડ બાદ અમ્રિતપાલ સિંહ પોલીસની પકડમાં આવ્યો છે.બે વખત તે પોલીસની પકડમાંથી છટકવામાં સફળ રહ્યો હતો. ૧૮મી માર્ચે જલંધરમાં વાહનો બદલ્યા કરીને અને એ પછી ૨૮મી માર્ચે હોશિયારપુરમાં વધુ એક વખત છટકી ગયો હતો.ત્યારે તે તેના સાથી પાપલપ્રીત સિંહની સાથે પંજાબમાં પાછો ફર્યો હતો.પાપલપ્રીત અમ્રિતપાલનો માર્ગદર્શક ગણાય છે.જેના પાકિસ્તાનની આઇએસઆઇની સાથે સંબંધો છે.

અમ્રિતપાલ અને તેના સાથીઓની વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને પોલીસના જવાનો પર હુમલા સહિત અનેક આરોપો છે.આ પહેલાં અનેક સીસીટીવી ફુટેજમાં તે દેખાયો તેમ જ પટિયાલા,કુરુક્ષેત્ર અને દિલ્હી સહિત અનેક સ્થળે તેના બદલાતી વેશભૂષાના ફોટો હોવા છતાં સતત પોલીસની જાળમાં પકડાતો નહોતો.આ સમયગાળામાં તેના બે વિડિયો અને એક ઓડિયો ક્લિપ પણ સોશ્યલ મીડિયા પર આવ્યાં હતાં,જેમાંથી એક વિડિયો ૩૦મી માર્ચે આવ્યો હતો.એમાં તેણે ભારપૂર્વક કહ્યું હતું કે તે ભાગેડુ નથી અને ટૂંક સમયમાં જ હાજર થશે.

પોલીસે હરિયાણા,રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ તેની છુપાવાની સંભવિત જગ્યાઓએ તપાસ કરી હતી.અનેક રેલવે સ્ટેશન પર વૉન્ટેડનાં પોસ્ટર્સ મૂકવામાં આવ્યાં હતાં.પોલીસે જોગા સિંહ અને પાપલપ્રીત સિંહ સહિત નવ સાથીઓની ધરપકડ કરી છે.

Share Now