સુરતમાં કેરીના રસમાં ભેળસેળ ? આરોગ્ય વિભાગે રસ ઉત્પાદકોને ત્યાં પાડ્યા દરોડા

67

– ભેળસેળની ફરિયાદો બાદ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી
– ભેળસેળ મળી આવશે તો વેપારીઓ વિરુદ્ધ થશે કાર્યવાહી

સુરત, તા. 27 એપ્રિલ 2023, ગુરૂવાર : હાલ ગરમીની સીઝન ચાલુ થઈ છે.ત્યારે ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા લોકો કેરીના રસનું સેવન કરતા હોય છે.ત્યારે કેટલાક લોકો દ્વારા કેરીના રસમાં ભેળસેળની ઘટના આવતી હોય છે.ત્યારે સુરતમાં કેરીના રસમાં ભેળસેળની ફરિયાદ મળતા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી.

સુરતમા કેરીના રસમાં ભેળસેળની ફરિયાદો

ઉનાળાની સિઝનમાં કેરીના રસનું ધૂમ વેચાણ થતું હોય છે.ત્યારે કેટલાક લોકો દ્વારા કેરીના રસમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામા આવામા આવતા હોય છે.ત્યારે સુરત શહેરમાં પણ કેરીના રસમાં ભેળસેળની ફરિયાદ મળતા આરોગ્ય વિભાગે વિવિધ વિસ્તારોમાં કેરીના રસનું વેચાણ કરતા વેપારીઓને ત્યા દરોડા પાડી તપાસ હાથ ધરવામા આવી હતી.

આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી

સુરત આરોગ્ય વિભાગ દ્વારા આજે અલગ અલગ ઝોનમાં 10 કરતા વધુ ટીમો બનાવી કેરીના રસનું વેચાણ કરતા વેપારીઓને ત્યા તપાસની કામગીરી કરી હતી.આરોગ્ય વિભાગે કેરીના રસનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી સેમ્પલ લીધા હતા.આ રસમાં ભેળસેળ છે કે નહી તે તો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.અને જો આ રસમાં ભેળસેળ મળી આવશે તો વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

રસમાં એસેન્સ સહિતની મિલાવટ

મહત્વનું છે કે કેરીના રસમાં વેચાણ વધુ હોવાથી વેપારીઓ રસમાં એસેન્સ સહિતની મિલાવટ કરતા હોય છે.પરંતુ આવો રસ ખાવો સ્વાસ્થ્ય માટે ખૂબ હાનીકારક હોય છે.

Share Now