– વડોદરાના સરદાર સરોવર નર્મદા નિગમના નાયબ વન સંરક્ષકે છ લાખની લાંચની માગણી કરી હતી
વડોદરા, તા. 27 એપ્રિલ 2023, ગુરૂવાર : નર્મદા કેનાલમાં જે.સી.બી.થી ગાડા બાવળ દુર કરવા નડતર વૃક્ષો દુર કરવા તેમજ સાફ સફાઇની કામગીરી કરવા વર્ક ઓડર મળેલ,આ ઉપરાંત વની કરણને લગતી અન્ય કામગીરી કરનારને કામ પૂરૂ થઇ ગયા બાદ વિવિધ બીલની રકમ કઢાવવા માટે વડોદરા ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા નિગમ ખાતે નાયબ વન સંરક્ષક પર્યાવરણ તરીકે ફરજ બજાવતા અધિકારીએ રૂપિયા છ લાખની લાંચની માંગણી કરી હતી.જે પૈકીના એક લાખની રકમનો ચેક સ્વિકારીને તેમના મળતીયાઓ મારફતે તેમના બેન્ક ખાતામાં ભરવામાં આવ્યો હતો.આ લાંચની રકમનો ઘટસ્ફોટ થતાં લાંચ રૂશ્વત વિરોધી વિભાગે નાયબ નવ સંરક્ષક સહિત ત્રણેયની સામે ગુનો દાખલ કરીને બે મળતિયાઓની ધરપકડ કરી હતી.અલબત્ત, લાંચીયો અધિકારી હજી ધરપકડથી દૂર રહ્યો હતો.
લાંચ રૂશ્વત વિરોધી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કામના ફરીયાદીએ ૨૦૨૧-૨૨ માં સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ નાયબ વન સંરક્ષક ૫ર્યાવરણ એકમ બ્લોક-એ ત્રીજો માળ રૂમ નં. ૩૧૨ નર્મદા નહેર ભવન છાણી જકાત નાકા વડોદરા તરફથી જુદી જુદી સાઇડોમાં વનિકરણને લગતી જુદી જુદી કામગીરીઓની જાહેરાત આવી હતી.જેમાં તેમના નામથી ચાલતી એજન્સી કે જેનો એકજીકયુટીવ એન્જીનીયર પાનમ ઇરીગેશન ડીવીજન ગોઘરા થી રીન્યોઅલ કરાવેલ હોય આ નામથી ટેન્ડર ભરેલુ હતુ.જે મંજુર થતા નાયબ વન સંરક્ષક ૫ર્યાવરણ એકમ બ્લોક-એ, ત્રીજો માળ રૂમ નં. ૩૧૨ નર્મદા નહેર ભવર છાણી જકાત નાકા વડોદરા તરફથી બોડેલી નર્સરીથી કાલોલ નર્મદા મુખ્ય નહેર સેનેજ ૧૬૦.૦૦૦ કિ.મી. થી ૧૧૮.૦૦૦ સુઘી ૫હોચાડવાના અને રોપવાના તેમજ તા. ૦૪/૦૬/૨૦૨૧ થી ઉ૫રોકત એરીયામાં જે.સી.બી.થી ગાડા બાવળ દુર કરવા નડતર વૃક્ષો દુર કરવા તેમજ સાફ સફાઇની કામગીરી કરવા વર્ક ઓડર મળેલ હતા.આ ટેન્ડર સાથે બીજા કામો રોપાને વર્ષ દરમ્યાન પાણી પીવડાવવાની કામગીરી કયારા કરવાની કામગીરીનુ ટેન્ડર મંજુર થયેલ હતું.૫રંતુ વર્ક ઓડર ની નકલ આપેલ ન હતી. આ ભરેલ ટેન્ડર દરમિયાન ડીપોઝીટો ૫ણ ભરેલી આ તમામ કામોનુ કામ પુર્ણ કરતા જુદા જુદા બિલો મુક્યા હતા. જે બિલના નાણા સારું વારંવાર ધક્કા ખવડાવી અને બિલના નાણા સારું સરદાર સરોવર નર્મદા નિગમ વડોદરા આોફિસની નાયબ વન સંરક્ષક પર્યાવરણ વી.એસ.તોડકરએ મૂળ રાજકોટના ખાભા ગામના વતની અને સૂરતના ઉતરાયણ ખાતે આવેલ મંગલમ રેસીડેન્સી ખાતે રહેતા અનિલ ગોબરભાઇ રૈયાણી (ઉ.વ.૪૪) નામના દલાલને રૂ.૬૦૦૦૦૦ આપી દેવાનું જણાવેલ હતુ.
જે લાચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોવાથી તેઓએ લાંચ રૂશ્વત વિરોધી વિભાગનમાં ફરિયાદ કરી હતી.જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ગઇકાલે તારીખ ૨૫મી ના રોજ દલાલ અનિલ રૈયાણીએ રૂ. ૧૦૦૦૦૦ સ્વીકારી કર્યા હતા.વી.એસ. તોડકરની સહી વાળા ચેક ફરિયાદીને આપી સ્વીકારેલ લાંચના નાણાં નડીયાદના ટ્રાન્સપોર્ટર રાકેશ દાનજીભાઇ ચૌહાણ (ઉ.વ.૩૫)એ પોતાના પર્સનલ એકાઉન્ટ માં જમા કરાવ્યો હતો.
ઉપરોક્ત હકિકત લાંચ રૂશ્વત વિરોધી વિભાગના અધિકારીઓની તપાસમાં મળી આવતાં તાત્કાલીક દલાલ અનિલ રૈયાણી અને ટ્રાન્સપોર્ટર રાકેશ ચૌહાણને ઝડપી પાડ્યા હતા.જ્યારે વી.એસ તોડકર ફરાર થઇ ગયા હતા.જો કે, આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને તોડકરની તપાસ શરૂ કરી હતી.