જિયા ખાન આપઘાત કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ જાહેર

63

– જિયા ખાને 3 જૂન 2013ના રોજ આપધાત કર્યો હતો
– પુરાવાઓના અભાવે કોર્ટે આ ચુકાદો આપ્યો

અભિનેત્રી જિયા ખાનના મૃત્યુના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા હતા.જિયા ખાને 3 જૂન 2013ના રોજ આપધાત કર્યો હતો.જિયા ખાને આપઘાત પહેલા એક મોટો પત્ર લખ્યો હતો.અભિનેત્રીની માતાએ તેના બોયફ્રેન્ડ સૂરજ પંચોલી પર હત્યાને ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો જેના પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી.જોકે સૂરજ પંચોલી હાલ જામીન પર બહાર છે.આજે આ મામલે અંતિમ ચુકાદો આવી ગયો છે. CBIની વિશેષ કોર્ટ દ્વારા તેને મુક્ત કરી દેવામાં આવ્યો છે.પુરાવાઓના અભાવે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

જિયા ખાનની માતાએ ફરી તપાસ માટે અરજી કરી હતી

આ મામલે અભિનેતાને 50 હજારનો દંડ અને તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો.કોર્ટે 2 જુલાઈએ સુનાવણીમાં કહ્યું હતું કે સૂરજ જિયાના આપઘાત કેસમાં આરોપી નથી.જિયા ખાનની માતાએ આ મામલે મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

જામીન અરજી ફગાવી દીધી હતી

જિયા ખાનના ઘરેથી છ પાનાનો પત્ર મળ્યા બાદ એક્ટરની કલમ 306 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. 21 જૂન, 2013ના રોજ સૂરજની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. 1 જુલાઈ 2013ના રોજ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

Share Now