લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શનમાં, પાંચ સભ્યોની કમિટી જિલ્લાઓમાં પ્રવાસ કરશે

73

– જિલ્લા અને તાલુકા મથકે કાર્યકરોને મજબૂત અને સક્રિય કરવા પાંચ સભ્યો મહેનત કરશે

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ હવે ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.રાજ્યની તમામ 26 બેઠકો પર જીત મેળવવા માટે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.હવે કમલમ કાર્યાલયના સંચાલન અને પ્રવાસ અંગેની કમિટીમાં પાંચ નેતાઓનો સમાવેશ કરાયો છે.આ પાંચ સભ્યોની કમિટી વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરશે અને કાર્યકરોને સક્રિય કરી ભાજપને મુજબૂત કરવાનું કામ કરશે.

ભાજપને ગુજરાતમાં હેટ્રિક મેળવવી છે

કમલમ કાર્યાલયના સંચાલન માટે બનાવેલી કમિટીમાં પાંચ સભ્યોનો સમાવેશ કરાયો છે.જેમાં પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ,જૂનાગઢ શહેર પ્રભારી ચંદ્રકાંત દવે,સુરત શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ,વડોદરા શહેરના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ, સંગઠનમંત્રી નાથુભા સરવૈયાનો સમાવેશ કરાયો છે.ભાજપ ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો જીતવાની હેટ્રિક પોતાના નામે કરવા માંગે છે.

ભાજપ સંગઠન મજબૂત કરશે

સી.આર પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.જેનું પરિણામ ભાજપને ખૂબ સારું મળ્યું હતું. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા પણ ભાજપે 33 જિલ્લાઓમાં સરકાર અને સંગઠન એમ બંનેના વડાનો વન-ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ પ્રારંભ કર્યો છે.હવે લોકસભાની ચૂંટણીને માંડ એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે.ત્યારે ભાજપે ચૂંટણીની આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે.

Share Now