નવસારી, તા. 28 એપ્રિલ 2023 શુક્રવાર : નવસારી શહેરમાં વહેલી સવારે નોકરી જવા નીકળેલી રત્નકલાકાર મહિલાને ક્યાં ખબર હતી કે તેનું મોત ટ્રક બનીને તેની સામે આવી ઊભું રહેશે.ટ્રકના ટુકિંગ પેંડા મહિલાના શરીર પર પરિવર્તા મહિલાનું કમ કમાટી ભર્યું મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતા પરમેશ ડાયમંડ કંપનીના અન્ય રત્ન કલાકારો ભેગા થયા હતા અને અકસ્માતમાં ભોગ બનનાર 19 વર્ષીય દિવ્યાબેન સુરેશ રાઠોડ પરિવારને જાણ કરવાની તજવીશ શરૂ કરી હતી.યુવતી છાપરા રોડના ગાંધી ફળિયામાં રહે છે.યુવતી પરમેશ ડાયમંડમાં નોકરી કરે છે અને વહેલી સવારે મોપેડ પર સવાર થઈને ઘરેથી નીકળી હતી જ્યાં છાપરા રોડ પાસેથી પસાર થતી ટ્રકની અરફેટે આવી જતા તેનું મોત થયું હતું સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.બેદરકારી પૂર્વક ટ્રક હાથનાર મોહમ્મદ અહેસાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ દ્વારા હેવી વેહિકલને શહેરમાં આવવા જવાને લઈને સમયાંતરે જાહેરનામુ પ્રસિદ્ધ કરે પંરતુ તેનું પાલન થાય છે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ છે.વહેલી સવારે અને સાંજે શહેરીજનો નોકરીના સ્થળે આવવા જવા માટે રસ્તાઓ પર ટ્રાફિક વધુ રહે છે જેને કારણે દિવસ દરમિયાન ટ્રક અડચણરૂપ બને છે.કલેકટર દ્વારા અવારનવાર જાહેરનામું બહાર પાડીને ભારે વાહનોના આવન-જવરને લઈને નિયમો અમલી બનાવ્યા છે તેમ છતાં આ નિયમોને ઘોળી પી જનારા ટ્રક ચાલકો વિરુદ્ધ કાયદેસર પગલાં લેવાય છે કે કેમ તે જોવું રહ્યું.