નવી દિલ્હી, તા. 02 મે 2023 મંગળવાર : કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે.પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં વચન આપ્યા છેકે તેમની સરકાર 200 યુનિટ મફત વિજળી આપશે.પરિવારની પ્રત્યેક મુખ્ય મહિલાને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે.
કોંગ્રેસે વચન આપ્યુ છે કે બેરોજગાર સ્નાતકોને બે વર્ષ માટે 3,000 રૂપિયા દર મહિને અને બેરોજગાર ડિપ્લોમા કરેલાને 1,500 રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે.નિયમિત કેએસઆરટીસી/બીએમટીસી બસોમાં તમામ મહિલાઓ માટે ફ્રી મુસાફરીનું પણ વચન મેનિફેસ્ટોમાં આપવામાં આવ્યુ છે.
#WATCH | Congress releases the party's manifesto for the #KarnatakaElections2023
Party president Mallikarjun Kharge, former Karnataka CM and LoP Siddaramaiah, party state president DK Shivakumar and other leaders are present on the occasion. pic.twitter.com/yMIdCZy0Km
— ANI (@ANI) May 2, 2023
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં શાસક પક્ષ ભાજપે 10 મે એ થનારી વિધાનસભા ચૂંટણી માટે સોમવારે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો.ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં યુસીસી લાગુ કરવાનું વચન આપ્યુ છે.ભાજપે કહ્યુ કે તેઓ ગરીબી રેખા નીચે આવતા તમામ પરિવારોને ઉગાદિ,ગણેશ ચતુર્થી અને દિવાળીના મહિના દરમિયાન 3 મફત રસોઈ ગેસ સિલિન્ડર આપશે.