‘ધ કેરલ સ્ટોરી’ની રિલીઝ પર સ્ટે માંગતી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર

66

ફિલ્મ ધ કેરલ સ્ટોરી 5 મેના રોજ રીલિઝ થવાની છે.અગાઉ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી છે.ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.જો કે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’નો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.ફિલ્મને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે.આવો જ વિવાદ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઈને પણ થયો હતો.સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચે અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.કોર્ટે કહ્યું કે, તમે સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યા છો? પહેલા તમારે હાઈકોર્ટમાં જવું જોઈતું હતું.

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ કેએમ જોસેફે કહ્યું કે, તમે હાઈકોર્ટમાં જાઓ અથવા તો ચીફ જસ્ટિસ પાસે રાખો.અરજદારના વકીલે કહ્યું કે, આ ફિલ્મ ઓડિયો અને વિઝ્યુઅલ માધ્યમ દ્વારા નફરત ફેલાવનારા ભાષણ ફેલાવવાનો એક માર્ગ છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે હંમેશા રાહત માટે સીધા અહીં ના આવી શકો,અન્ય કેસમાં IA દાખલ કરીને રાહતની માંગ કરી શકાતી નથી.કેરલ સ્ટોરી ફિલ્મ 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.ફિલ્મનું ટ્રેલર 16 મિલિયનથી વધુ લોકોએ જોયું છે.

શું છે ફિલ્મની વાર્તા?

સુદીપ્તો સેનની ફિલ્મ દાવો કરે છે કે, તે કેરળમાંથી ગુમ થયેલી 32,000 છોકરીઓની વાર્તા છે જેમને પહેલા ઈસ્લામ કબૂલ કરવા માટે બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમને ISIS આતંકવાદી બનાવવામાં આવી હતી.ફિલ્મ અનુસાર આ તે છોકરીઓની વાર્તા છે.જેઓ નર્સ બનવા માંગતી હતી,પરંતુ ISISની આતંકી બની ગઈ.ફિલ્મને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી સાંપ્રદાયિક વાતાવરણ બગડી શકે છે.

પહેલા ફિલ્મ જુઓ પછી…

ધ કેરલા સ્ટોરીમાં અભિનેત્રી અદા શર્મા લીડ રોલમાં છે.તેમના સિવાય યોગિતા બિહાની,સિદ્ધિ ઇદનાની અને સોનિયા બાલાની જેવા કલાકારો મહત્વના રોલમાં છે.ફિલ્મના નિર્દેશક સુદીપ્તો સેન અને અભિનેત્રી અદા શર્માનું કહેવું છે કે, લોકોએ કોઈ પણ નિર્ણય લેતા પહેલા ફિલ્મ જોવી જોઈએ અને પછી પોતાનો અભિપ્રાય આપવો જોઈએ.જો કે 32 હજાર છોકરીઓના ગુમ થવા અને ધર્મ પરિવર્તનના દાવા પર ભારે હોબાળો થયો છે.

Share Now