વડોદરા,તા.02 મે 2023,મંગળવાર : વડોદરા જિલ્લાની સાવલી એપીએમસીમાં ફરી એકવાર ભાજપે સત્તા કબજે કરી છે.વડોદરા નજીક આવેલા સાવલી તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી જેમાં 493 માંથી 453 મતદારોએ મતદાન કર્યું હતું.
આ ચૂંટણીમાં કોંગ્રેસે ખેડૂત વિભાગની 10 બેઠક ઉપર માત્ર બે ઉમેદવાર ઉતાર્યા હતા. જ્યારે ભાજપે પ્રદેશ હોદ્દેદારોની સૂચનાથી 10 ઉમેદવારોની પેનલ બનાવી હતી.જેથી 10 બેઠક માટે કુલ ઉમેદવારોની સંખ્યા 12 થઈ હતી.આજે મતગણતરી થતા કોંગ્રેસના બંને ઉમેદવારોનો પરાજય થયો હતો.જ્યારે ભાજપના તમામ ઉમેદવારો વિજેતા બન્યા હતા.જેથી ફરી એકવાર સત્તાના સુત્રો ભાજપ પાસે રહ્યા છે.