નિકાહ બાદ મહાદેવના દરબારમાં અભિષેક કરવા પહોંચી પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની બહેન ફાતિમા ભુટ્ટો

82

કરાંચી,તા.04 મે 2023,ગુરૂવાર : પાકિસ્તાનના વિદેશ મંત્રીની બહેન અને પૂર્વ પ્રધાનમંત્રી ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની પુત્રી ફાતિમા ભુટ્ટોએ નિકાહ બાદ મહાદેવના મંદિરે દર્શન કર્યા હતા.ફાતિમા પોતાના ખ્રિસ્તી પતિ સાથે કરાંચીના એક મંદિરે દર્શન કરીને ત્યાં શિવલિંગ પર અભિષેક પણ કર્યો.જેના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

અહેવાલો અનુસાર ફાતિમા ભુટ્ટો પૂર્વ પ્રધાનમંત્રી બેનજીર ભુટ્ટોની ભત્રીજી અને મુર્તઝા ભુટ્ટોની પુત્રી છે.તે વ્યવસાયે એક લેખક અને કોલમિસ્ટ છે.ગત શુક્રવારે ગ્રાહમ સાથે નિકાહ કર્યા બાદ રવિવારે ફાતિમા ભુટ્ટોએ મહાદેવના દર્શન કર્યા હતા.આ ઐતિહાસિક મંદિર કરાંચીમાં આવેલું છે.જોકે ફાતિમા ભુટ્ટોએ મહાદેવના દર્શન કર્યા તે વાત પર સોશિયલ મીડિયા પર તેની ખુબ આલોચના પણ થઇ રહી છે.તો બીજી તરફ ફાતિમાના ભાઈ એટલે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો આ નિકાહમાં ગેર હાજર રહ્યાં હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર ફાતિમાનો પતિ ગ્રેહામ ખ્રિસ્તી અને અમેરિકાનો નાગરિક છે.ફાતિમાની સાથે તેના ભાઈ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો જુનિયર અને કેટલાક હિન્દુ નેતાઓ પણ હતા.ફાતિમાએ મંદિરમાં દર્શન દરમિયાન મહાદેવનો દૂધથી અભિષેક પણ કર્યો હતો.સોશિયલ મીડિયા પર કટ્ટરવાદી લોકોએ ફાતિમા અને તેના પતિની આ હરકત પર અકળામણ પણ વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને તત્કાલીન લશ્કરી સરમુખત્યાર ઝિયા-ઉલ-હકે એપ્રિલ 1979માં લશ્કરી બળવા બાદ ફાંસી આપી હતી.ડિસેમ્બર 2007 માં રાવલપિંડીમાં ઝુલ્ફીકરની મોટી પુત્રી બેનઝીર ભુટ્ટોની હત્યા કરવામાં આવી હતી.બેનઝીરના ભાઈ મુર્તઝા ભુટ્ટોની પણ સપ્ટેમ્બર 1996માં ક્લિફ્ટનમાં હત્યા કરવામાં આવી હતી. મુર્તઝાનો નાનો ભાઈ શાહનવાઝ ભુટ્ટો 1885 માં ફ્રાન્સમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.ફાતિમા ભુટ્ટોની વાત કરીએ તો તેમનો જન્મ કાબુલમાં થયો હતો.તે સીરિયા અને કરાચીમાં મોટી થઈ છે.તેણે નોર્ડ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી અને લંડનની એસઓએએસ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે.ફાતિમા અને એના પતિ ગ્રેહામ જિબ્રાને રવિવારે કરાચીના ઐતિહાસિક મહાદેવ મંદિરની મુલાકાત લઇને સહું કોઈને ચોંકાવી દીધા હતા.તેમણે હિન્દુ સિંધીઓના સન્માનમાં આ મંદિરની મુલાકાત લીધી હતી જેમના મૂળ પ્રાચીન કાળથી કરાચીમાં હોવાનું માનવામાં આવે છે.

Share Now