કેજરીવાલના આવાસ પર 45 નહીં 171 કરોડનો ખર્ચ કરાયો : અજય માકન

61

નવી દિલ્હી, તા. 08 મે 2023, સોમવાર : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસ પર કરોડો રૂપિયા ખર્ચ કરવા મામલે રાજકીય ઘમાસાણ ચાલુ છે.કેજરીવાલ વિરોધીઓના નિશાન પર છે.બીજેપીએ આરોપ લગાવ્યો છે કે, તેમણે આવાસના રિનોવેશન પાછળ 45 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.હવે કોંગ્રેસે દાવો કર્યો છે કે, કેજરીવાલે બંગલા પર 45 કરોડ નહીં પરંતુ 171 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

કોંગ્રેસે રવિવારે આરોપ લગાવ્યો કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર ખર્ચ કરવામાં આવેલી રકમ 45 કરોડ નહીં પરંતુ 171 કરોડ રૂપિયા છે.કોંગ્રેસ વતી એવું કહેવામાં આવ્યું છે કે, તેમની સરકારે એવા અધિકારીઓ માટે વધારાના ફ્લેટ ખરીદવા પડ્યા હતા જેમના ઘરોને મુખ્યમંત્રી નિવાસ સંકુલમાં ઘણા બાંધકામોના વિસ્તરણ માટે તોડી પાડવા પડ્યા હતા અથવા ખાલી કરવા પડ્યા હતા.

કોંગ્રેસ પ્રવક્તા અજય માકને કેજરીવાલ પર બનાવટી સાદુ જીવન જીવવાનો અને પોતાના આવાસ પર કરોડો ખર્ચ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, દિલ્હીમાં સાદગીનું વાસ્તવિક ઉદાહરણ તેમની પાર્ટીની નેતા શીલા દિક્ષિત છે.દિલ્હીના સીએમ પર આરોપ લગાવતા અજય માકને કહ્યું કે શીલા દીક્ષિત સરકારે 15 વર્ષમાં જેટલો ખર્ચ નહોતો કર્યો એટલો ખર્ચ કેજરીવાલે 2 વર્ષમાં કરી નાખ્યો છે.દિલ્હીના મુખ્યમંત્રીનો મહેલ 45 કરોડમાં નહીં પરંતુ 171 કરોડમાં બન્યો છે અને તમામ પૈસા સરકારની તિજોરીમાંથી ગયા છે.તેમણે આરોપ લગાવ્યો કે, કેજરીવાલના નિવાસસ્થાન પર ખર્ચવામાં આવેલી રકમ 45 કરોડ રૂપિયા નહીં પરંતુ 171 કરોડ રૂપિયા છે અને તે પણ કોવિડ મહામારી દરમિયાન જ્યારે લોકો હોસ્પિટલના બેડ અને ઓક્સિજનના અભાવને કારણે આમ-તેમ ભાગી રહ્યા હતા.

Share Now