એકલુ ઈરાન 50 નોર્થ કોરિયા બરાબર છે, ઈઝરાયેલના વડાપ્રધાનની અમેરિકન પ્રતિનિધિ મંડળને ચેતવણી

51

નવી દિલ્હી,તા. 8 મે 2023,સોમવાર : ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકન સંસદના પ્રતિનિધિ મંડળને ચેતવણી આપતા કહ્યુ છે કે, એકલુ ઈરાન 50 નોર્થ કોરિયા બરાબર છે.એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, ઈરાન માત્ર એવો પાડોશી દેશ નથી જે તમને પરેશાન કરી રહ્યો છે.અમેરિકાને ઈરાન મોટો શેતાન અને ઈઝરાયેલને નાનો શેતાન માને છે.બેન્જામિન નેતન્યાહૂએ આ પ્રતિનિધિ મંડળને ઈરાનની પરમાણુ હથિયારો બનાવવાની ક્ષમતા અંગે પણ જાણકારી આપી હતી અને સાથે સાથે કહ્યુ હતુ કે, ઈઝરાયેલ પર હુમલો કરનારા આતંકીઓ જ્યાં પણ હશે ત્યાંથી ઈઝરાયેલ તેમને શોધી કાઢશે.તેમણે અમેરિકાને ચેતવતા કહ્યુ હતુ કે, ગમે તે પ્રકારની સંધિ કર્યા પછી પણ ઈરાનને અમેરિકા પરમાણુ હથિયારો બનાવતા નહીં રોકી શકે.માત્ર આકરા પ્રતિબંધો અને લશ્કરી કાર્યવાહીથી જ ઈરાનનો ન્યુક્લિયર પ્રોગ્રામ રોકાઈ શકે તેમ છે.

બેન્જામિન નેતન્યાહૂએ આડકતરી રીતે અમેરિકાને ઈરાન સાથે 2015માં થયેલી અ્ને એ પછી 2018માં પડી ભાંગેલી ન્યુક્લિયર ડીલ પર ફરી વિચારણા કરવાની હિલચાલ રોકવા માટે અનુરોધ કર્યો હતો અને કહ્યુ હતુ કે, ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે, આ વિસ્તારમાં બીજા દેશોએ પરમાણુ હથિયારો મેળવવાના પ્રયાસો ત્યારે જ રોકયા છે જ્યારે ઈઝરાયેલે તેમની સામે લશ્કરી કાર્યવાહી કરી હોય.

Share Now