મહારાષ્ટ્ર મુદ્દે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા નિર્ણય સાત જજોની મોટા બેંચને સોંપવામાં આવ્યો છે.સ્પીકર રાહુલ નાર્વેકરની ભૂમિકા પર સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવતાં કહ્યું કે ભરત ગોગાવલે (શિંદે જુથના નેતા)ને વ્હિપ નિયુકત કર્યા એ ખોટું થયું.કોર્ટે કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરે રાજીનામું ન આપત તો તેમને રાહત મળી શકત.
આ સિવાય કોર્ટે કહ્યું કે તત્કાલિન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી દ્વારા લેવાયેલો નિર્ણય સંપૂર્ણપણે ખોટો અને બંધારણ વિરુદ્ધ હતો.આ નિર્ણય ભાજપ અને શિંદે જુથ માટે ઝટકો હતો અને ઉદ્ધવ માટે રાહતનો હતો.જો ઉદ્ધવ ઠાકરે તે સમયે રાજીનામું ન આપત તો મહારાષ્ટ્રમાં આજે બળવો થઈ શક્યો હોત.શિંદે જુથનું કહેવું હતું કે 40 ધારાસભ્યો તેમની સાથે છે એટલે વ્હિપ નિયુક્ત કરવાનો અધિકાર તેમની પાસે છે.જયારે કે સીએમ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના પ્રમુખ તરીકે સુનીલ પ્રભુને વ્હિપ તરીકે નિયુક્ત કર્યા હતાં.કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે શિંદે જુથની નિયુક્તિ યોગ્ય હતી.
જો ઉદ્ધવ ઠાકરે તે સમયે રાજીનામું ન આપત તો આજે સ્થિતિ અલગ જ હોત.આજે શિંદે જુથના ધારાસભ્યો અયોગ્ય સાબિત થઈ શક્યા હોત અને સરકાર પર જોખમ ઉભું થઈ શક્યું હોત,આટલું જ નહીં ઉદ્ધવ સરકાર ફરીથી બની શકી હોત.ભલે આ નિર્ણયથી શિંદે સરકારને કોઈ જોખમ થયું ના હોય પરંતુ કોર્ટે એવી રેખા ખેંચી દીધી છે કે આગામી દિવસોમાં આવી પરિસ્થિતિમાં રાજકીય દળો પોતાની મનમાની નહીં કરી શકે. હવે સાત જજોની પીઠ નમામ રેબિયા,રાજ્યાપાલ તથા સ્પીકરની ભૂમિકાઓ પર નિર્ણય કરશે,જેના માટે કેટલો સમય લાગશે તેના વિશે કંઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.
ઉદ્ધવ જુથના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે શિવસેના શિંદે જુથનો વ્હિપ ગેરકાનુની છે…વર્તમાન સરકાર ગેરકાનુની છે અને બંધારણ વિરુદ્ધ બનાવાય છે.સુપ્રીમ કોર્ટના નિર્ણયે સાબિત કર્યુ કે દેશમાં આજે પણ બંધારણનું મૂલ્ય છે.કોર્ટે કહ્યું કે અમારા વ્હિપ કાનુની હતા,એ મુજબ જોઈએ તો તમામ ધારાસભ્ય અયોગ્ય સાબિત થઈ જશે.