સુરત મેયર હેમાલી બોઘાવાળાએ ખાડી સફાઈના સ્થળની લીધી મુલાકાત

74

– ચોમાસા આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખાડીની સફાઇ ચિંતાનો વિષય
– આ પહેલા સાંસદ પ્રભુ વસવાની અધ્યક્ષતામાં ખાડી સફાઇ માટે બેઠક થઈ

સુરત જિલ્લામાંથી આવતી અને સુરત શહેરમાંથી પસાર થતી ખાડી ચોમાસા દરમિયાન સુરતીઓ માટે ચિંતાનો વિષય બની જાય છે.ચોમાસા આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખાડીની સફાઇ ચિંતાનો વિષય બની રહ્યો છે.થોડા દિવસ પહેલા સાંસદની અધ્યક્ષતામાં શાસકો અને અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી તેમાં ચોમાસા દરમિયાન ખાડીના પાણીથી લોકોની મુશ્કેલી ન વધે તે માટે કામગીરી કરવા માટે સુચના આપવામા આવી હતી.ત્યાર બાદ આજે થતી ખાડીની સફાઈની કામગીરી નિહાળવા માટે મેયર ગયા હતા.તેઓએ ખાડી સફાઇ બાદ કચરો ખાડી કિનારે જ નાંખવામા આવે છે તે જોખમી હોવાથી કચરાનો નિકાલ ખાડી કિનારે નહી કરવા માટે તાકીદ કરી હતી.

સુરત પાલિકાએ ચોમાસાની તૈયારીના ભાગરૂપે પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી છે આ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને મ્યુનિ. કમિશનર કામગીરનું મોનીટરીંગ કરવા સાથે સાથે વિવિધ કામગીરી માટે જવાબદારી પણ સોંપવામા આવી છે.જોકે, ચોમાસુ નજીક હોય તેમ થતાં હજી ખાડીની સફાઇ પુરી થઈ નથી અને હાલ ચાલી રહી છે.ખાડીના પાણીમાં કચરો અને ગંદકી હોવાથી મચ્છરનો પણ ત્રાસ છે તે દુર કરવા માટે પણ વારંવાર રજુઆત કરવામા આવી રહી છે.

આવી અનેક ફરિયાદ બાદ આજે ખાડીની સફાઈની કામગીરી ચાલી રહી છે તેવા સણીયા હેમાદ અને સાકેત ધામ વિસ્તારમાં મેયર હેમાલી બોઘાવાલા પહોંચ્યા હતા.તેઓએ ખાડીની સફાઇ સામે સંતોષ વ્યક્ત કર્યો હતો પરંતુ ખાડીની સફાઇ બાદ જે કચરો ખાડી કિનારે જ ભેગો કરવામાં આવે છે તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી.આ કચરો ખાડી કિનારે હોય અને વરસાદ આવે કે અન્ય કોઈ રીતે કચરો ખાડીમાં પાછો આવી જાય તો ખાડીની સફાઇ નો કોઈ અર્થ રહેતો નથી તેથી સફાઈ બાદ કચરો દુર જગ્યાએ નિકાલ કરવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી છે.

Share Now