ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો ONGCને 50 લાખનું નુકસાન વળતર ચૂકવવા આદેશ

79

સુરત: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં 25 ઊંટોના મૃત્યુને પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) ને રૂ.50 લાખનું નુકસાન વળતર ચૂકવવા નિર્દેશ આપ્યો છે.જીપીસીબીએ પ્રાથમિક તપાસ હાથ ધરી ONGCની પાઇપલાઇનમાં લીકેજ જણાયું હતું.

GPCBના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ONGCને પર્યાવરણીય નુકસાન માટે રૂ. 50 લાખનું વળતર ચૂકવવા અને પર્યાવરણને થતા નુકસાનને નિયંત્રિત કરવા માટે ઉપાય હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યો છે.જીપીસીબીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ઓએનજીસી પાઇપલાઇનમાંથી લીક થયેલા ઓઇલ સાથે મિશ્રિત દૂષિત પાણી પીવાથી ઊંટનું મોત થયું છે કે કેમ.મૃત્યુના ચોક્કસ કારણની પુષ્ટિ કરવા માટે આપણે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને વેટરનરી ડોક્ટરના રિપોર્ટની રાહ જોવી પડશે.પરંતુ ઓએનજીસીને લીકેજને કારણે થતા પર્યાવરણીય નુકસાન માટે પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અધિકારીએ ઉમેર્યું કે ઓએનજીસીને કચરો સાફ કરવા,માટી દૂર કરવા અને માટીની સુધારણા હાથ ધરવા માટે કહેવામાં આવ્યું છે.તેઓને સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે કે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.ચાંચવેલ અને કાચીપુરા ગામો પાસે ખુલ્લી જમીનમાં દૂષિત પાણી પીધા બાદ 25 ઊંટોના મૃતદેહ સ્થળ પર મળી આવ્યા હતા.રહેમાન જટ ઉર્ફે કાછીના 77 જેટલા ઊંટોને ગામના છોકરાઓ ચરવા માટે લઈ ગયા હતા જ્યારે કેટલાક ઊંટોએ દૂષિત પાણી લીધું હતું.

Share Now