સુરત સ્થિત લાજપોર મધ્યસ્થ જેલનું ધો. 12 કોમર્સનું 100% પરીણામ આવ્યું, 13 કેદીઓ થયા ઉતીર્ણ

127

– ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં લાજપોર જેલના કેદીઓએ આપી પરીક્ષા
– લાજપોર જેલના 13 કેદીઓએ પરિક્ષા આપતા 100% પરિણામ આવ્યું

આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું.ત્યારે આ પરીક્ષામાં સુરત લાજપોર જેલના 13 કેદીઓએ ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી અને તમામ ૧3 બંદીવાન આ પરીક્ષામાં ઉતિર્ણ થયા હતા.આમ લાજપોર મધ્યસ્થ જેલનું ધોરણ 12નું ૧૦૦% પરીણામ આવ્યું છે.અને અગાઉ ધોરણ ૧૦નું 93% પરીણામ આવ્યું હતું.

નામદાર કોર્ટના આદેશ અનુસાર લાજપોર મધમધ્યસ્થ જેલ,સુરત ખાતે જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ રાખવામાં આવેલા આરોપીઓ અને સજા કાપતા કેદીઓ શિક્ષણથી વંચિત ના રહે અને સજા પૂર્ણ થયા બાદ ઉજ્જવળ ભવિષ્ય અને સારી કારકિર્દી બનાવી શકે તે માટે જેલમાં સજા કાપતા કેદીઓએ માર્ચ-એપ્રિલ 2023ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ-10 માં અભ્યાસ કરતા અને ધોરણ 12ના વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી ધોરણ 10 ના કુલ 14 બંદીવાનો તેમજ ધોરણ-10 માં અભ્યાસ કરતા કુલ 13 બંદીવાનોએ પરીક્ષા આપી હતી.ત્યારે આજરોજ જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર કુલ 13 કેદીઓ પરીક્ષામાં પાસ થતાં ધોરણ 12નું 100% પરીણામ આવ્યું હતું.

લાજપોર જેલમાં સજા કાપતા અને ધોરણ 10 ની પરીક્ષા આપનાર કેદીઓનું 93% પરીણામ આવ્યું હતું.ધોરણ 10ની પરીક્ષા આપનાર કુલ 14 માંથી 13 બંદીવાનો પાસ થયા હતા.અને હવે ધોરણ 12 સમાન્ય પ્રવાહનું 100% પરિણામ આવ્યુંછે.જેથી જેલમાં રહેતા કેદીઓને સારા પરિણામ બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Share Now