બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની ખ્યાતી અને લોકપ્રિયતામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે.મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયીઓ બની રહ્યાં છે.દરરોજ મીડિયા અને સોશિયલ મીડિયામાં દરરોજ તેમના નામની ચર્ચાઓ ચાલતી હોય છે,તેવામાં બાગેશ્વર ધામ સરકારનું પ્રવચન સાંભળીને મુઝફ્ફરનગરની રૂખસાના હવે રૂક્મણિ બની ગઈ છે.વાસ્તવમાં આ મુસ્લિમ યુવતીએ ઇસ્લામ ત્યાગીને સનાતન હિંદુ ધર્મ અપનાવવાનો નિર્ણય લીધો છે.
મળતી માહિતી અનુસાર સનાતની બનનાર આ યુવતીએ જણાવ્યું હતું કે, તેને બાગેશ્વર ધામ સરકારથી પ્રેરણા મળી છે,તેમના પ્રવચનો સાંભળીને જ તેણે હિંદુ ધર્મ અપનાવીને લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.તે પોતાની મરજીથી જ હિંદુ ધર્મમાં આવી છે.સનાતન અપનાવતા પહેલા રુખસાનાનું પવિત્ર ગંડક નદીમાં સ્નાન કરાવીને શુદ્ધિકરણ કરાવવામાં આવ્યું હતું.ત્યાર બાદ બાગેશ્વર ધામ પ્રત્યે અપાર શ્રદ્ધા રાખનાર રૂખસાના રૂક્મણિ બની ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે મુઝફ્ફરપુરના ગીજાંસની રહેવાસી રુખસાના (હવે રૂક્મણિ) તેના કૉલેજ કાળથી જ વૈશાલીના રહેવાવાળા રોશન કુંવર નામના હિંદુ યુવકના પ્રેમમાં હતી.તેઓ વર્ષ 2018માં જયપુરની SRPS કૉલેજમાં સાથે ભણતા હતા.છેલ્લા 4 વર્ષથી તેઓ એક બીજાના પ્રેમમાં હતા.તેમણે પોત પોતાના ઘરમાં લગ્નનો પ્રસ્તાવ મુકતા યુવકનો પરિવાર તેમના લગ્ન કરાવવા રાજી થઈ ગયો હતો,જયારે રુખસાનાનો પરિવાર આ લગ્નના વિરોધમાં હતો.
રૂખસાનાએ પોતે સનાતન અપનાવવાનો નિર્ણય કર્યો
રૂખસાનાનું પરિવાર વિરોધ કરતું હોવાના કારણે આ પ્રેમીયુગલ લગ્ન નહોતું કરી શકતું,જયારે રૂખસાનાની જીદ હતી કે જો તે લગ્ન કરશે તો હિંદુ ધર્મ અપનાવીને પછી જ કરશે.આ દરમિયાન રૂખસાના નિયમિતપણે બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવચનો સંભાળતી હતી અને અંતે એક દિવસ તેણે લગ્ન કરવાનો નિર્ણય લઈ જ લીધો.
રૂખસાનાએ હિંદુ ધર્મ અપનાવવા માટે સૌપ્રથમ હાજીપુર ખાતે પવિત્ર ગંડક નદીમાં સ્નાન કરીને પૂજાવિધિ સાથે સનાતન અપનાવ્યો,ત્યાર બાદ તેણે ઇસ્લામ અને મુસ્લિમ નામ રૂખસાનાનો ત્યાગ કરી રૂક્મણિ નામ અપનાવ્યું.અંતે ગત રવિવારે વૈશાલી ખાતે આવેલા લાલગંજના રેપુરામાં અર્ધનારેશ્વર મહાદેવ મંદિરમાં હિંદુ રીતિરિવાજ મુજબ રૂક્મણિ અને રોશન લગ્નના બંધનમાં બંધાઈ ગયા.નોંધનીય છે કે રૂખસાના બાગેશ્વર બાલાજી પર અપાર શ્રદ્ધા ધરાવે છે.