અયોધ્યા ઍરપોર્ટનો આવતા મહિનાથી પ્રારંભ

34

અયોધ્યામાં ભવ્ય રામમંદિરની સાથે ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પણ બની રહ્યું છે.મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટમાં ડોમેસ્ટિક ફ્લાઇટ સર્વિસ જુલાઈથી શરૂ થઈ રહી છે.

હિ‍ંસાગ્રસ્ત મણિપુરમાં અજંપાભરી શાંતિ

વંશીય હિંસાથી ગ્રસ્ત મણિપુરમાં ગઈ ખાલે અંજપાભરી શાંતિ રહી હતી.હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન વધુ ત્રણ વ્યક્તિનું મૃત્યુ થતાં રવિવારે થયેલી હિંસક અથડામણનો મૃત્યુ આંક વધીને પાંચ થયો હતો.આર્મી અને અર્ધલશ્કરી દળોએ ગઈ કાલે ખીણ તથા આસપાસના વિસ્તારોમાં કૉમ્બિંગ ઑપરેશન ચાલુ રાખ્યું હતું.ચકાસણી દરમ્યાન આર્મીએ એક કારને રોકી હતી.દરમ્યાન તોફાની તત્ત્વોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ લશ્કરના જવાનોએ એમને પકડી પાડ્યા હતા. અન્ય એક બનાવમાં લશ્કરે તોફાની તત્ત્વોની ચકાસણી કરતાં તેમની પાસેથી ચાઇનીઝ બનાવટનાં શસ્ત્રો જપ્ત કર્યાં હતાં.ગઈકાલથી કેન્દ્રીય ગૃહપ્રધાન ત્રણ દિવસના પ્રવાસે છે.

Share Now