ગતિશીલ ગુજરાત ! વડોદરા પાસે કરચલિયા ગામના 26 ખેડુતોના પ્રશ્નોનું 13 વર્ષે નિરાકરણ આવ્યું

56

– વર્ષ 2010માં નાળા બંધ કરાતા વરસાદી પાણી ભરાવાથી થયેલી પાક નુકસાની બદલ વળતર ચૂકવવા સૂચના
– રૂ. 2.36 કરોડનું વળતર ચૂકવવા આઇઓસીએલને સૂચના અપાઇ

વડોદરા તાલુકાના કરચલિયા ગામના ૨૬ ખેડૂતોને પાક નુકસાની સંબંધિત 13 વર્ષ જૂના પ્રશ્નનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું છે.આઇઓસીએલ દ્વારા બંધ કરવામાં આવેલા બે નાળાના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન બદલ રૂ. ૨.૩૬ કરોડનું વળતર ચૂકવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઇઓસીએલને જણાવવામાં આવ્યું છે.પાક નુકસાનીના આ પ્રશ્નનું નિરાકરણ થતાં કરચિયા ગામના ૨૭ ખેડૂતોને રૂ. પાંચ લાખથી રૂ. ૧૫ લાખ સુધીનું વળતર મળશે.

ઉક્ત બાબતની વિગતો એવી છે કે, વર્ષ 2010માં કરચલિયા ગામની સીમમાં આવેલા રેલ્વે યાર્ડના નાળા નંબર 610 અને ૬૧૧ બંધ કરવામાં આવ્યા હતા.આ સ્થળેથી રેલ્વે દ્વારા ઓઇલના ટેન્કરનું વહન કરવામાં આવે છે.એટલે, ઓઇલ પાણીમાં ભળે નહીં એક માટે આ નાળા બંધ કરવામાં આવ્યા હતા અને ઓઇલ કંપની દ્વારા દિવાલ બનાવવામાં આવી હતી.

આના કારણે થયું એવું કે, વરસાદી પાણીનો પ્રવાહ આસપાસમાં આવેલા ખેતરોમાં ફરી વળ્યો હતો.ખેતરોમાં પાણી ભરાવવાના કારણે તેમાં રહેલા બાગાયતી પાકો અને ધાન્ય પાકોને નુકસાન થયું હતું.આ બાબતે કરચલિયા ફાર્મર્સ ક્બલ નામની અસરગ્રસ્ત ખેડૂતોની સંસ્થાએ પાક નુકસાની બદલ વળતર આપવા માટે 13 વર્ષથી રજૂઆતો કરતા હતા.ખેડૂતોના આ જૂના પ્રશ્નને ઉકેલવા માટે કલેક્ટર અતુલ ગોરે એક કમિટિનું ગઠન કર્યું હતું.જેના અધ્યક્ષ તરીકે નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિને નિયુક્ત કરી પ્રશ્નનું ત્વરિત નિરાકરણ લાવવા કાર્યવાહી કરવા જણાવ્યું હતું.આ કમિટિમાં ખેતીવાડી ખાતું,બાગાયત ખાતું,સિંચાઇ વિભાગ,પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ,પ્રાંત અધિકારી સહિતના અધિકારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ કમિટિના સભ્યોએ સ્થળની મુલાકાત લઇ જાત તપાસ કરી પોતાના હકીકતલક્ષી અહેવાલો આપવામાં આવ્યા હતા.બાદમાં આ અહેવાલોને આધારે ખેડૂતોને થયેલી નુકસાની બદલ આર્થિક વળતર અપાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.તદ્દાનુસાર, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ખેડૂતોને રૂ. 2.36 કરોડનું વળતર ચૂકવવા માટે ઓઇલ કંપનીને જણાવવામાં આવ્યું છે.હવે, ઓઇલ કંપની દ્વારા આ ખેડૂતોને પાક નુકસાની બદલ વળતર ચૂકવવું પડશે.

Share Now