વોટ્સએપ પર સમન્સ મોકલતી દિલ્હી પોલીસનો કોર્ટે લીધો ઉધડો, કહ્યું – થોડુંક તો કષ્ટ સહન કરો!

59

– કોર્ટે પોલીસ અધિકારીઓએ હજાર થવા આપી નોટિસ

દિલ્હીની એક કોર્ટે વોટ્સએપ દ્વારા સરકારી સાક્ષીઓને સમન્સ મોકલવા બદલ પોલીસની ટીકા કરી હતી અને યોગ્ય કાર્યવાહી માટે આ મામલો નાયબ પોલીસ કમિશનરને મોકલ્યો હતો.પંજાબી બાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસની અધ્યક્ષતા એડિશનલ સેશન્સ જજ હેમરાજ કરી રહ્યા છે જેમાં ફરિયાદ પક્ષે પુરાવા રજૂ કરવાના છે.

ન્યાયાધીશે નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષનો એક સાક્ષી ગેરહાજર હતો અને તેણે વારંવાર ફોન કરવા છતાં જવાબ આપ્યો ન હતો.તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ કમિશનરે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સાક્ષીઓને બોલાવવા અંગેનો આદેશ પસાર કર્યો હતો.કોર્ટે અન્ય એક મામલામાં એ પણ કહ્યું કે ડીસીપી તરફથી એક પત્ર મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસને વોટ્સએપ દ્વારા સમન્સ મોકલવા માટે કોઈ પરિપત્ર જારી કરવામાં આવ્યો નથી.

પોલીસ અધિકારીઓ સાક્ષીના ઘરે જવાની તકલીફ નથી ઉઠાવતા

જસ્ટિસ હેમરાજે કહ્યું, અગાઉ પણ આ કોર્ટે ઘણા મામલાઓમાં નોંધ્યું છે કે પોલીસ અધિકારીઓ વોટ્સએપ પર સાક્ષીઓને સમન્સ મોકલી રહ્યા છે.તેમણે વધુમાં જણાવતા કહ્યું, તેઓ સાક્ષીઓના ઘરે જવાની તકલીફ નથી ઉઠાવી રહ્યા જે તેઓએ કરવું જોઈએ.પોલીસ અધિકારીઓએ એક વખત પણ સાક્ષીના ઘરે જવાનો પ્રયાસ કર્યો ન હતો, જ્યારે તેઓએ ઓછામાં ઓછા ત્રણ વખત સાક્ષીના ઘરે જવું જોઈતું હતું.

કોર્ટે પોલીસ અધિકારીઓએ હજાર થવા આપી નોટિસ

કોર્ટે ડીસીપીને આ મામલે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.કોર્ટે સંબંધિત પોલીસ અધિકારીઓને હાજર થવા માટે નોટિસ પણ જારી કરી હતી અને દિલ્હી પોલીસ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ તેમની સામે યોગ્ય કાર્યવાહી કેમ ન કરવી જોઈએ તે અંગે ખુલાસો માંગ્યો હતો.

Share Now