યુક્રેનના એક મોટા ડેમને રશિયાએ વિસ્ફોટકો વડે ઉડાવી દીધો, હવે પૂરનો ખતરો

101

કીવ, તા. 6 જૂન, 2023 : રશિયા અને યુક્રેન વચ્ચેનો જંગ વધારે વિકરાળ બની રહ્યો છે.બંને દેશો એક બકીજા પર હુમલા કરી રહ્યા છે ત્યારે યુક્રેને હવે રશિયા પર પોતાનો એક ડેમ ઉડાવી દેવાનો આરોપ મુક્યો છે.

યુક્રેનનુ કહેવુ છે કે, મંગળવારે રશિયન સેનાએ દક્ષિણ યુક્રેનમાં એક મોટા ડેમને વિસ્ફોટકો વડે ઉડાવી દીધો છે અને તેના કારણે હવે નીચાણવાળા વિસ્તારોમાં પૂરના ખતરાના કારણે 10 ગામ અન ખેરસોન શહેરના કેટલાલક લોકોને સુરક્ષિત સ્થળો પર ખસી જવા માટે અપીલ કરવી પડી છે.યુક્રેની સેનાના અધિકારીએ સવારે સાત વાગ્યે ટેલીગ્રામ પર એક વિડિયો પોસ્ટ કરીને કહ્યુ હતુ કે, રશિયન સેનાએ વધુ એક આતંકી કૃત્યને અંજામ આપીને ડેમને વિસ્ફોટકો વડે ઉડાવી દીધો છે.જેના કારણે પાંચ કલાકની અંદર પાણી ખતરનાક સ્તર પર પહોંચી જશે.

બીજી તરફ રશિયાએ યુક્રેનના 250 સૈનિકોને પોતાના કબ્જા હેઠળના દોનેત્સ્ક વિસ્તારમાં ઢાળી દીધા હોવાનો દાવો કર્યો છે.યુક્રેને રશિયાના દાવાને ફગાવી દીધો છે.

Share Now