સુરતમાં હોમ ડિલિવરી આપવા આવેલા મુસ્લિમ યુવકે એકલી હિંદુ યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે.ઓનલાઈન શોપિંગના વધતા જતા ચલણમાં અનેક આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.તેવામાં સુરત ખાતેથી આવેલો આ તાજો મામલો આંખ ઉઘાડનારો છે.આ ઘટનામાં યુવતીએ ઓનલાઈન કંઈક સામાન મગાવ્યો હોય છે.જોકે હોમ ડિલિવરી કરવા આવનારાએ યુવતીની એકલતાનો લાભ લઈને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.યુવતીએ હિંમત દાખવતા આસપાસના લોકોએ આ યુવકને મેથીપાક ચખાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવનગરમાં રહેતી યુવતીએ ઇન્ટરનેટના માધ્યમથી કોઈ સામાન મગાવ્યો હતો.આ સામાન આપવા આવનાર મુસ્લિમ યુવકે યુવતીની એકલતાનો લાભ લઈને તેની છેડતીનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતીએ બૂમાબૂમ કરી હતી અને પડોશમાં રહેતા લોકોને એકઠા કરી લીધા હતા.તેથી યુવતીનો બચાવ થયો હતો અને એકઠા થયેલા લોકોએ ડિલિવરી આપવા આવેલા મુસ્લિમ યુવકને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.
સુરતમાં હોમ ડિલિવરી આપવા આવેલા મુસ્લિમ યુવકે એકલી હિંદુ યુવતીની છેડતી કરી હોવાના મામલામાં યુવતીએ સમય સુચકતા દાખવી તરત જ બુમાબુમ કરી મૂકી હતી,જેના કારણે સોસાયટીમાં રહેતા લોકો એકઠા થઈ ગયા હતા.સોસાયટીના રહેવાસીઓને જયારે જાણ થઈ કે મુસ્લિમ ડિલિવરી બોયે ઓર્ડર મંગાવનાર યુવતીની છેડતી કરી ત્યારે લોકોએ તેને બરાબરનો મેથીપાક આપ્યો હતો.જે બાદ પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.પોલીસે સમગ્ર માહિતી મેળવી યુવકને પોતાની સાથે લઈ ગઈ હતી,તો બીજી તરફ સોશિયલ મીડિયામાં ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો.
આણંદના ઉમરેઠમમાં મુસ્લિમ યુવક દ્વારા પણ હિંદુ યુવતિઓની છેડતીની ઘટના
નોંધનીય છે કે આ પહેલા આણંદના ઉમરેઠ ખાતે પણ મુસ્લિમ યુવકે હિંદુ યુવતીઓની છેડતી કરતા ભરેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો.છેડતી બાદ બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું પણ સામે આવ્યું હતું,જેના CCTV પણ સામે આવ્યા હતા.છેડતી થયા બાદ ઉશ્કેરાયેલા હિંદુ સમાજે મોડી રાત્રે બેઠક યોજી હતી.બેઠકમાં નક્કી થયા મુજબ તમામ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મુસ્લિમ યુવકોએ હિંદુ યુવતીઓની છેડતી કરી યુવતીઓને ધમકી આપતા સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા.જેથી છેડતી કરનાર શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.મામલે પીડિતાઓના પરિવારજનોએ ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બાદમાં પોલીસે મુસ્લિમ યુવકોની ધરપકડ કરી હતી.જોકે આ પહેલા પણ હિંદુ યુવતીઓની છેડતીના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.