હું જીવાને મારવા આવ્યો હતો અને મારી દીધો… લખનઉ કોર્ટમાં ગેંગસ્ટરની હત્યા પર બોલ્યો શૂટર

57

– લખનઉની કોર્ટ પરિસરમાં ગેંગસ્ટર સંજીવ જીવા માહેશ્વરી ગોળી મારી હત્યા બાદ શૂટર વિજયની ધરપકડ
– ગેંગસ્ટર સંજીવ જીવા પર થયેલા ફાયરિગમાં મહિલા,બાળકી,પોલીસ કોન્સ્ટેબલને પણ વાગી ગોળી

પશ્ચિમ ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અને મુખ્તાર અંસારીના નજીકના સંજીવ જીવા માહેશ્વરીની લખનઉમાં ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.વકીલના ડ્રેસમાં આવેલા હુમલાખોરે કોર્ટ પરિસરની અંદર જ સંજીવને ગોળીઓ ધરબી દેતા ખળભળાટ મચ્યો છે.

બાળકીની પીઠમાં ગોળી વાગી,જે પેટમાંથી નિકળી મહિલાના અંગુઠે વાગી

કોર્ટમાં ઘટનાને નજરે જોનારા વકીલે કહ્યું કે, કોર્ટમાં ભીડ હતી.સંજીવ માહેશ્વર જીવા સુનાવણીની રાહ જોઈ રહ્યો હતો ત્યારે જ એક શૂટર આવ્યો અને સંજીવ પર ધડાધડ ગોળીઓ વરસાવવાની શરૂ કરી દીધી.સ્થળ પર હાજર એક મહિલાની કુખમાં બાળકી હતી.આ દરમિયાન માસુમ બાળકીની પીઠ પર ગોળી વાગી,જે પેટમાંથી નિકળી મહિલાના અંગુઠા પર વાગી છે.આ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલને પણ ગોળી વાગી છે.નજરે જોનારાઓએ કહ્યું કે, સંજીવ જીવ બચાવવા અંદર ભાગ્યો અને તે 10થી 15 મિનિટ સુધી બેહોશ પડ્યો રહ્યો.

અમે જીવાને મારવા આવ્યા હતા અને મારી દીધો…

શૂટર કહી રહ્યો હતો કે, હું જીવાને મારવા આવ્યો હતો અને મારી દીધો… મળતા અહેવાલો મુજબ શૂટર વિજય યાદવની પોલીસે ધરપકડ કરી લીધી છે.વિજય જૌનપુરનો રહેવાસી છે.આ ઘટના સ્પેશિયલ જજ SC/ST એક્ટની કોર્ટમાં બની છે.

જેલમાં જ ગેંગ ઓપરેટ કરતો હતો સંજીવ

ઉલ્લેખનિય છે કે, સંજીવ જીવા પર ભાજપ નેતા બ્રહ્મદત્તની હત્યાનો આરોપ હતો.જીવા પર જેલમાં જ ગેંગ ઓપરેટ કરવાનો અને ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવાનો આરોપ હતો.છેલ્લા કેટલાક સમયથી સંજીવ જીવા પોતાની પત્નીને રાજકારણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.જીવાની પત્ની પાયલ મહેશ્વરીએ પણ RLDમાં જોડાઈને સદર બેઠક પરથી 2017ની વિધાનસભા ચૂંટણી લડી હતી.

Share Now