ઝઘડિયા ગેંગવોરના હુમલાખોરો બેફામ, અંકલેશ્વરના હવા મહેલના કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા કોન્ટ્રાક્ટરને આપી ધમકી

75

– ઝધડિયામાં અમે ફાયરિંગ કરી છે તમે કહી આપી ધમકી
– પાંચ દિવસમાં તારા પર તેવી જ ફાયરીંગ થશે કહી ધમકી આપતા પોલીસ ફરિયાદ

અંકલેશ્વરની કોર્ટમાં ગયેલ હવા મહેલ સોસાયટી પાસે રહેતા કોન્ટ્રાક્ટરને માથાભારે ઇસમેં ફાયરીંગ કરી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ઝઘડિયામાં અમે કેટલી ફાયરિંગ કરી છે તને ખબર છે તારા પર પણ તેવી જ ફાયરિંગ થશે ની ધમકી બાદ પોલીસ ફરિયાદ નોંધવાઈ.અંકલેશ્વરના પીરામણ ગામની હવા મહેલ સોસાયટીની પાસે આવેલ યુરો બિલ્ડીંગ ખાતે રહેતા રહેમતખાન હનીફખાન પઠાણ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે છે.જેઓ ગતરોજ અંકલેશ્વર કોર્ટમાં હાજર હતો તે વેળા યુનુશ મુલતાની ઉર્ફે ટાઇગર નામના ઇસમનો તેના ફોન ઉપર વોટ્સએપ કોલ આવ્યો હતો.

યુનુશ મુલતાની ઉર્ફે ટાઇગરે તું મારી ગાડીના નંબરની બાતમી પોલીસને આપે છે તેમ કહી પાંચ દિવસમાં અમે તને મારી નાખીશું ઝઘડિયામાં અમે કેટલી ફાયરીંગ કરી છે તને ખબર છે ને.પાંચ દિવસમાં તારા પર એવી જ ફાયરીંગ થશે તેમ કહી અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેને પગલે કોન્ટ્રાક્ટર રહેમતખાન પઠાણે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકે માથાભારે ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદ નોંધાઈ તપાસ હાથ ધરી છે.ત્યારે આ ધમકી આપનાર ઇસમ ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં ફાયરીંગ કરાવનાર જૈમીન પટેલનો નજીકનો હોવાનું માનવામાં આવે છે.

Share Now