– પરિવારની મરજી વિરુદ્વ કોર્ટ મેરેજ કરી લેતા પિતરાઈ ભાઈ હત્યા કરી
સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજાવ આવ્યો હોવાનું સામે આવ્યું છે.સમાજ અને ઈજ્જતના કારણે ઘણીવાર માતા-પિતા યુવક યુવતીના પસંદના પાત્ર સાથે લગ્ન સંબંધ બાંધવાની ના પાડી દેતા હોય છે.જો કે, પસંદના યુવક સાથે પરિવાર દ્વારા લગ્નની મંજૂરી ન આપતા સુરતમાં યુવતીએ કોર્ટ મેરેજ કરી લીધા હતા.જો કે, પરિવારની વિરુદ્વ જઈને કોર્ટ મેરેજ કરતા યુવતીના પિતરાઈ ભાઈએ જ બહેનની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના લિંબાયત વિસ્તારમા રહેતા જીતેન્દ્ર મહાજન અને કલ્યાણી પાટીલ વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો પરંતુ બંને અલગ અળગ સમાજના હોવાથી યુવતીનો પરિવાર આ પ્રેમ સંબંધની વિરુદ્ધ હતો.જેથી બંનેએ પરિવારની વિરુદ્ધ જઈ એક મહિના પહેલા કોર્ટ મેરેજ કરી લીધા હતા.અને કોર્ટ મેરેજ કર્યાના એક મહિના બાદ યુવક યુવતીએ વિધિવત રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.જે માટે યુવકનો પરિવાર પણ રાજી હોવાથી યુવકના પરિવારે લગ્નનું આયોજન કર્યું હતું.
લિંબાયત વિસ્તારના આરડી ફાટક પાસે આવેલ રામેશ્વર સોસાયટીમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં આજરોજ બંનેના લગ્ન હતા અને ગઈકાલે સાંજના એટલે કે, 26 જૂનના રોજ હલ્દી સેરેમની રાખવામાં આવી હતી.ત્યારે લગ્ન પૂર્વેની હલ્દીની વિધિમાં વરરાજા જીતેન્દ્ર મહાજનના પરિવાર અને સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને દરેક લોકો પ્રસંગ માણી રહ્યા હતા.તે દરમિયાન અચાનક દુલ્હનનો પિતરાય ભાઈ મોનું પાટીલ ત્યાં આવી પહોંચ્યો હતો અને ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.
લગ્ન મંડપમાં હાજર લોકો કંઈક સમજે તે પહેલા જ દુલ્હનના પિતરાય ભાઈ મોનું પાટીલએ ચપ્પુ વડે હુમલો કરતા દુલ્હન લોહીથી લથપથ થઈ ઢળી પડી હતી.જો કે,બહેન પર ચપ્પુ વડે હુમલો કર્યા બાદ ત્યાં હાજર લોકોએ મોનુ પાટીલને પકડી લીધો હતો.જ્યાં બીજી તરફ ઈજાગ્રસ્ત દુલ્હનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી.તે પહેલા જ તે મોતને ભેટી હતી.ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દુલ્હનની હત્યા કરનાર પિતરાઈભાઈ મોનું પાટીલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.