સુરતમાં વરસાદી પાણીના કારણે લોકો હેરાન પરેશાન

55

– સુરતના ચોક બજારમાં પાણી ભરાતા લોકો પરેશાન
– કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર પાણી ભરાયાં
– સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળતા ટ્રાફિક સર્જાયો

રાજ્યમાં છેલ્લા થોડાક દિવસથી ચોમાસાએ જમાવટ કરી છે.ચોમાસાના શરૂઆત થતાંની સાથે જ મોન્સુન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બંને સિસ્ટમ સક્રિય થવાથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે.સુરત સાથે અન્ય ઘણા જિલ્લામાં પણ ગઈકાલ રાતથી વરસાદ વરસી રહ્યો છે.વરસાદના કારણે ગુજરાતમાં ઘણી જગ્યાએ પાણી ભરાયા છે.ગુજરાતના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયું છે.રસ્તાઓ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે.સુરતમાં મહાનગર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પોકાળ સાબિત થઈ છે.

રસ્તા પર પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાયા વાહનચાલકો

હવામાન વિભાગે વરસાદને લઈને ગુજરાતના સુરતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.સુરતમાં સવારથી ડિંડોલી,ઈચ્છાપોર,વરાછા,કાપોદરા,અડાજણ પાટિયા,રિંગ રોડ સબજેલ વિસ્તાર,જહાંગીરપુરા,પર્વત પાટિયા,અઠવાલાઈન્સ,રાંદેર વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.સુરતના ડિંડોલીમાં રસ્તાઓ પર કેડસમા પાણી ભરાતા વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો ભારે સામનો કરવો પડ્યો હતો.

ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ

શહેરના રહેણાંક વિસ્તારની શેરીઓ હોય કે રસ્તા તમામ જગ્યાએ પાણી ભરાયા છે.જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.વરસાદના કારણે શહેરના અનેક બેઝમેન્ટમાં પણ વરસાદી પાણી ભરાયા છે.વરસાદી પાણીના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.રસ્તાઓ પર પાણી ભરાતા શહેરના ઘણા વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ છે.

ચાલકો જીવના જોખમે પાણીમાંથી વાહન પસાર કરવા મજબૂર

ગુજરાતનાં સુરતના કીમ ચાર રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ.પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી વાહન પસાર કરવા નજર આવ્યા છે.અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા બેરીકેટ પણ મૂકવામાં આવ્યા છે.સુરતનો કીમ માંડવી સ્ટેટ હાઇવે પણ નદીમાં ફેરવાયો છે.

Share Now