બેઈજિંગ : જાસૂસી વિરોધી કાયદાના વિસ્તરણ અને અન્ય પડકારોના પગલે આત્મવિશ્વાસમાં ખામીના આવતાં વિદેશી કંપનીઓ ચીનમાંથી રોકાણ અને બિઝનેસ પાછો ખેંચી રહી હોવાનું યુરોપિયન યુનિયન ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું છે.ચીનમાં યુરોપિયન યુનિયન ચેમ્બર ઓફ કોમર્સના અહેવાલ અનુસાર, એન્ટિ-વાયરસ નિયંત્રણો દૂર થયાં બાદ પણ ચીનની નિયમકારી નીતિઓ આકરી છે.તેમજ શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રયાસો છતાં વધતા નિરાશાવાદના સંકેતો વધુ હોવાથી વિદેશી કંપનીઓ ભારત સહિત એશિયાના અન્ય દેશોમાં બિઝનેસ શિફ્ટ કરી રહી છે.દર 10માંથી એક કંપનીએ ચીનમાંથી રોકાણ ખસેડ્યું છે. 5માંથી અન્ય 1 નવા રોકાણ કરતાં ખચકાટ અનુભવી રહી છે.તેમજ રોકાણ યોજના બદલવા વિચારી રહી છે.જ્યારે 5માંથી 1 કંપની ચીનમાં ભાવિ રોકાણની યોજના બનાવી નથી.
ચીન તેના વિશાળ અને વધતા ગ્રાહક બજારને કારણે લાંબા સમયથી રોકાણનું ટોચનું સ્થળ છે,પરંતુ કંપનીઓ માર્કેટ એક્સેસ પ્રતિબંધો,ટેક્નોલોજી સોંપવાનું દબાણ,ભેદભાવ અને અન્ય પડકારોનો સામનો કરી રહી છે. 2012માં ક્ઝીએ સત્તા સંભાળ્યા બાદથી નિયંત્રણો કડક કર્યા છે.યુરોપિયન ચેમ્બરે નોંધ્યું છે કે તે માત્ર વિદેશી કંપનીઓ જ નથી જે આગળ વધી રહી છે.તેના સર્વેમાં 5માંથી 2 ચીની કંપનીઓ અથવા સપ્લાયર્સ દેશમાંથી રોકાણ ખસેડી રહ્યા છે.યુરોપિયન ચેમ્બરના જણાવ્યા અનુસાર, કંપનીઓ સુરક્ષા નિયંત્રણો,ચીનના હરીફોની સરકારી સુરક્ષા અને સુધારાના વચનો પર પગલાંની અછત છે.ચીનના આર્થિક વિકાસ મંદ અને ખર્ચ વધુ હોવાથી પ્રેશર વધી રહ્યું છે.યુરોપિયન ચેમ્બરના પ્રેસિડન્ટ જેન્સ એસ્કેલન્ડે પત્રકારોને જણાવ્યું હતું કે ચીનમાં વ્યવસાયિક વિશ્વાસ સૌથી નીચો છે.ત્યાં કોઈ અપેક્ષા નથી કે આગામી પાંચ વર્ષમાં નિયમનકારી વાતાવરણ ખરેખર સુધરશે.યુરોપિયન ચેમ્બરના સર્વેમાં 570 કંપનીઓમાંથી બે તૃતીયાંશ કંપનીઓએ જણાવ્યું હતું કે ચીનમાં વ્યાપાર કરવું વધુ મુશ્કેલ બની ગયું છે.પાંચમાંથી ત્રણે જણાવ્યું હતું કે વેપાર માહોલ “રાજકીય” બન્યો છે.બેઈન એન્ડ કંપની અને કેપવિઝન અને ડ્યુ ડિલિજન્સ ફર્મ,મિન્ટ્ઝ ગ્રૂપની જાહેર સમજૂતી વિના પોલીસે દરોડા પાડ્યા પછી કંપનીઓ ભયભીત થઈ છે.સત્તાવાળાઓ કહે છે કે કંપનીઓ કાયદાનું પાલન કરવા માટે બંધાયેલી છે પરંતુ સંભવિત ઉલ્લંઘનનો કોઈ સંકેત આપ્યો નથી.ભારત માટે તકો વધી છે.એપલ,ફોક્સકોન સહિતની અન્ય કંપનીઓ પણ ભારતમાં બિઝનેસ વિસ્તરણ વિશે કામગીરી રહી છે.