ચીની ઉદ્યોગપતિ જેક માની કંપની પર ચીન સરકારની મોટી કાર્યવાહી, લગભગ એક અબજ ડોલરનો દંડ ફટકાર્યો

65

– ચીન સરકાર દ્વારા વર્ષ 2020માં એન્ટ ગ્રુપ પર કાર્યવાહી શરૂ કરાઈ હતી
– અલીબાબા પર 2.8 અબજ ડોલરનો એન્ટિ-ટ્રસ્ટ દંડ લાદવામાં આવ્યો છે

ચીનની સરકાર તરફથી નાણાકીય ટેક્નોલોજી કંપની એન્ટ ગ્રુપ પર 98.5 કરોડ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.આ દંડ એન્ટ અને તેની સહાયક કંપનીઓ પર લગાવવામાં આવ્યો છે.આ ઉપરાંત કંપનીને તેના ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ Xianghubaoને બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.આ કાર્યવાહી પછી એન્ટ ગ્રુપ તરફથી કહેવામાં આવ્યું કે વર્ષ 2020થી તેઓ સતત તેમના વ્યવસાયમાં સુધારો કરી રહ્યા છે અને સંપૂર્ણ ગંભીરતા અને પ્રમાણિકતા સાથે તમામ નિયમોનું પાલન કરશે.

અન્ય કંપનીઓને પણ ફટકારવામાં આવ્યો દંડ

ચીનના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે તેઓ ટેક કંપનીઓ પર નિયંત્રણમાં છૂટ આપવાની તૈયારી કરી રહ્યા છે.ચીની સરકાર દ્વારા વર્ષ 2020માં એન્ટ ગ્રુપની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી,જેમાં તેની પેટાકંપની અલીબાબા પર 2.8 અબજ ડોલરનો એન્ટિ-ટ્રસ્ટ દંડ લાદવામાં આવ્યો છે.દીદી, જે એક રાઈડ હેન્ડલિંગ એપ છે. તેના પર 1.2 અબજ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.

વિશ્વનો સૌથી મોટો IPO

એન્ટ વિશ્વની સૌથી મોટી ફાઈનાન્શિયલ ટેક કંપની છે. તેની સ્થાપના વર્ષ 2014 માં કરવામાં આવી હતી.ચીની રેગ્યુલેટર દ્વારા નવેમ્બર 2020માં એન્ટનો IPO હોલ્ડ પર મૂકવામાં આવ્યો હતો.તે વિશ્વનો સૌથી મોટો IPO હતો,જેણે હોંગકોંગ અને શાંઘાઈ બજારોના રોકાણકારો પાસેથી આશરે 34 અબજ ડોલર એકત્ર કર્યા હતા.

સરકારની ટીકા પર કરવામાં આવી હતી કાર્યવાહી

એન ગ્રુપના સ્થાપક જેક માએ વર્ષ 2020માં ચીની નિયમનકારોની ટીકા કરી હતી.ત્યારપછી ચીનની સરકાર દ્વારા તેમની કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ નિવેદન બાદ જેક મા લાંબા સમય સુધી ગાયબ થઈ ગયા હતા અને આ પહેલા પણ ચીન સરકારની ટીકા કરવાને કારણે ઘણા ઉદ્યોગપતિઓ ગાયબ થઈ ગયા હતા.

Share Now