સુરત : સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં દીવાલ ધરાશાય થતા 4 લોકો દબાય જતા ભાગદોડ મચી ગઇ હતી.ઘટનાની જાણ બાદ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.ફાયરના જવાનોએ દીવાલ નીચે દબાયેલા 3ને હેમખેમ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.જ્યારે એકનું મોત નીપજ્યું હતું.
સચિન જીઆઇડીસીમા આવેલા રોડ નંબર 2નાં પ્લોટ નં 269માં આ ઘટના બની હતી.અચાનક કામ કરતા મજૂરો પર દીવાલ ઘસી પડતા 1નું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.જ્યારે 3ને રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા.ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાયા હતા.ફાયર વિભાગે જણાવ્યું હતું કે સુરતના સચિન જીઆઈડીસી રોડ નબર 2 પાસે દીવાલ ધરાશાહી થવાની ઘટનાનો કોલ મળતા ફાયરના જવાનો દોડી ગયા હતા.દીવાલ ધરાશાહી થતા 4 લોકો દબાયા હોવાની માહિતી મળી હતી. ભેસ્તાન અને ડીંડોલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.ફાયરના જવાનોએ દિવાલના કાટમાળ નીચે દબાયેલા 3ને ગણતરીની મિનિટોમાં બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. જ્યારે એકનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાને લઈને અફરા-તફરી મચી જવા પામી હતી.મૃતકનું નામ ભરત વેલજીભાઈ બારીયા ઉ.વ. 40 હોવાનું જાણવા મળ્યું હતું.ભરત સેલ્ટિંગ કરતો હતો.ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે બેઝમેન્ટનું કામ કરતા બાજુની દીવાલ પડી હતી.ઘટનાથી ડરી ગયેલો મજૂર ભાગવા જતા પડી ગયો હતો.જેના માથે દીવાલ પડતા ગંભીર ઇજાને લઈ મોતને તે ભેટ્યો હતો.જ્યારે બીજા મજૂરોને રેસ્ક્યુ કરી કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા.