યુનિફોર્મ સિવિલ કોડને 67 ટકા મુસ્લિમ મહિલાઓનું સમર્થન

124

– અશિક્ષિતથી પીજી સુધીની મહિલાઓનાં સર્વેનું તારણ
– યુસીસી મુદ્દે રાષ્ટ્રવ્યાપી રેફરેન્ડમ્ સારો અને યોગ્ય માર્ગ છે : નિરીક્ષકોનો દાવો

નવી દિલ્હી : યુસીસી- યુનિફોર્મ સિવિલ કોડ – (સમાન નાગરિક સંહિતા) અંગે ભારતમાં વિવાદ ચાલી રહ્યો છે.આ વચ્ચે દેશનાં ૨૫ રાજ્યો, અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૧૮ થી ૬૫ વર્ષની ૮ હજારથી વધુ મુસ્લીમ મહીલાઓને સમાવતો એક સરવે કરાયો હતો.તેમાં ૬૭ ટકાથી વધુ (મુસ્લીમ) મહીલાઓએ લગ્ન,તલ્લાક જેવી પ્રક્રિયાઓ માટે દેશમાં એક સમાન કાનૂન હોવાને સમર્થન આપ્યું હતું.

૨૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૧૮ થી ૬૫ વર્ષની ૮ હજારથી વધુ મુસ્લિમ મહિલાઓની મુલાકાત લેવામાં આવી

ઉલ્લેખનીય છે કે યુનિફોર્મ સિવિલ કોડ અમલી બનતાં તે વર્તમાન ‘મુસ્લીમ પર્સનલ લો’નું સ્થાન લઈ લેશે.જોકે આ કાનૂન ક્યારથી લાગુ પડશે તે વિષે કોઈ સ્પષ્ટતા નથી.આ સર્વેમાં તદ્દન નિરીક્ષર મહિલાઓથી શરૂ કરી પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી મહિલાઓ સમાવિષ્ટ હતી.તેઓને લગ્ન,તલ્લાક,દત્તક લેવા અંગે અને વારસાઈ અધિકાર અંગે સમાન કાનૂન હોવો જોઈએ કે કેમ તેમ પૂછવામાં આવ્યું હતું.ત્યારે ૫૪૦૩ મહીલાઓ – એટલે કે ૬૭.૨ ટકા મહિલાઓએ તેને સમર્થન આપ્યું હતું. ૨૦૩૯ મહિલાઓએ ૨૫.૪ ટકા મહિલાઓએ તે અસ્વીકાર્ય ગણ્યો હતો.જ્યારે ૫૯૩ મહિલાઓ (૭.૪ ટકા) મહિલાઓએ તે વિષે પોતાનો કોઈ મત દર્શાવ્યો ન હતો.

રીપોર્ટ પ્રમાણે શિક્ષિત વર્ગ (ગ્રેજ્યુએટ) મહિલાઓ પૈકી ૬૮.૪ ટકા મહિલાઓ સમાન કાનૂન તરફી છે.જોકે ૮૨૦ મહિલાઓ તેનો ઈન્કાર કરી શકી ન હતી. ૧૩૭ મહિલાઓએ કોઈ મંતવ્ય દર્શાવ્યું ન હતું.આ સર્વેમાં ૧૦.૮ ટકા પોસ્ટ ગ્રેજ્યુએટ મહિલાઓ હતી. ૨૭ ટકા ગ્રેજ્યુએટ મહિલાઓ હતી. ૨૦.૮ ટકા, ૧૨ + (બારમાં ધોરણથી આગળ ભણેલી પરંતુ ગ્રેજ્યુએટ ન થયેલી) મહિલાઓ હતી. ૧૩.૮ ટકા દસમાં ધોરણથી આગળ ભણેલી મહિલાઓ હતી. ૧૨.૯ ટકા ધોરણ ૫ થી ૧૦ અને ૪.૪ ટકા પાંચમાં ધોરણ સુધી ભણેલી મહિલાઓ હતી.રીપોર્ટ આગળ જણાવે છે કે, ઉત્તર આપનારી મહિલાઓમાં ૭૩.૧ ટકા સુન્ની, ૧૩.૩ ટકા શિયા અને ૧૩.૬ ટકા અન્ય મહિલાઓ હતી.

જેમની મુલાકાત લેવામાં આવી હતી,તેમાં ૧૮ થી ૨૪ વર્ષની ૧૮.૮ ટકા યુવતીઓ હતી.૨૫ થી ૩૪ વર્ષની ૩૨.૯ ટકા, ૩૫-૪૪ વર્ષની ૨૬.૬ ટકા, ૪૫ થી ૫૪ વર્ષની પ્રૌઢાઓ ૧૪.૪ ટકા હતી, અને ૫૫ થી ૬૪ વર્ષની ૫.૪ ટકા મહિલાઓ હતી. ૬૫ વર્ષથી વધુ વયની ૧.૯ ટકા મહિલાઓની મુલાકાત ‘ન્યુઝ-૧૮’ દ્વારા લેવામાં આવી હતી.આ સર્વેમાં ૭૦.૩ ટકા પરિણિત મહિલાઓ હતી, જ્યારે ૨૪.૧ ટકા અપરિણિત મહિલાઓ, ૨.૯ ટકા વિધવાઓ અને ૨.૯ ટકા તલ્લાક મેળવેલી મહિલાઓને આવરી લેવામાં આવી હતી.આ રીપોર્ટ ઉપરથી કેટલાક નિરીક્ષકો તેવું પણ કહે છે કે યુસીસી અંગે રાષ્ટ્રવ્યાપી લોકમત-રેફરેન્ડમ લેવામાં આવે તો ૭૫ થી ૮૦ ટકા નાગરિકો આ યુનિફોર્મ સિવિલ કોડનું જ સમર્થન કરે માટે નાના-નાના મુદ્દાઓ જેવા કે તે વિધેયકની ભાષા બરોબર નથી.મુસ્લીમ મૌલવીઓને પૂછવું જોઈએ,તેમનો મત લેવો જોઈએ,તેવા સૂચનો અને વાંધાઓ રજૂ કરી વાસ્તવમાં જે કાનૂન મુસ્લીમ સમાજના પણ હિતમાં છે તે અટકાવવાના કેટલાકના પ્રયાસો અર્થહીન જ બની રહેશે.

Share Now