– સરકાર તરફે અલ્પુ સિંધી દ્વારા ગુજારવામાં આવેલ અરજી સરકારી વકીલે પરત ખેંચી
વડોદરા,તા.11 જુલાઈ 2023,મંગળવાર : વડોદરાના ચકચારી દુષ્કર્મમાં કેસમાં સીએ અશોક જૈન અને પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ હાઇકોર્ટે રદ કરી રાજુ ભટ્ટને જેલમુક્તનો આદેશ પણ કર્યો છે.ત્યારે હવે આ કેસમાં અલ્પુ સિંધીએ ન્યાયિક હિરાસત દરમિયાન કોર્ટ પરિસરમાં રાજુ ભટ્ટ પાસે ખંડણી પેટે 1.5 કરોડની માંગણી કરી હોવાની રજૂઆત અદાલત સમક્ષ થઈ છે.તો બીજી તરફ સરકાર તરફે અલ્પુ સિંધી દ્વારા ગુજારવામાં આવેલ અરજી સરકારી વકીલે પરત ખેંચી હોવાની વિગતો સપાટી પર આવી છે.
મળતી વિગતો અનુસાર, આરોપી પક્ષના વકીલ હિતેશ ગુપ્તાએ સાક્ષી તરફની અરજ સામે વાંધો ઉઠાવી રજૂઆત કરી હતી કે, સાક્ષી અલ્પુ સિંધી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે.અલ્પુ સિંધીએ કોર્ટ પરિસરમાં 6 જુલાઈના રોજ કસ્ટડી દરમિયાન હેમંત ભટ્ટ પાસે 1.05 કરોડની ખંડણી માંગી હતી.અલ્પુ સિંધી ગુનાહિત અને ગંભીર પ્રકારનો ભૂતકાળ ધરાવે છે.અને તેની વસુલાત માટે ખોટા આક્ષેપો સાથે દબાણ કરી રહ્યો છે.પીડિતાએ કોર્ટ સમક્ષ પુરાવા બોગસ હોવાનું જણાવ્યું છે.અને પીડિતાના ફોટોગ્રાફ્સ પણ એડિટિંગ કર્યા છે.જેને એફએસએલ રિપોર્ટનું પણ સમર્થન મળે છે.તપાસ દરમિયાન આરોપીઓએ ગુનો આચાર્ય નથી તે સાબિત કરવા માટે તમામ પરીક્ષણોની તૈયારી દર્શાવી હતી.જોકે આ બાબતના પરીક્ષણો કરવામાં આવ્યા ન હતા.પેન ડ્રાઈવમાં સીધેસીધું રેકોર્ડિંગ થઈ શકતું નથી.જેથી ફરિયાદ પક્ષના સાક્ષી દ્વારા થયેલ અરજી નામંજૂર થવાને પાત્ર હોય નામદાર કોર્ટને વિનંતી છે કે અરજી નકારી કાઢી કેસની કાર્યવાહી આગળ ધપાઓ.અત્રે ઉલ્લખનીય છે કે, ખંડણીની ગુનાહીત માંગણી પુરવાર કરવા રાજુ ભટ્ટે નાર્કો ટેસ્ટ,બ્રેઇન મેપિંગ ટેસ્ટ જેવા તમામ ટેસ્ટ કરાવવાની તૈયારી બતાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ,વર્ષ 2021 દરમ્યાન હરિયાણાની યુવતી સાથે થયેલા દુષ્કર્મ કેસમાં ખુદ ફરિયાદીએ આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટે મારી સાથે દુષ્કર્મ કર્યું નથી તેવું નિવેદન આપ્યું હતું.