હું 27 વર્ષની છું અને 4 બાળકોને જન્મ આપ્યો છે, બધુ સમજુ છું હું: સચિન સાથેના પ્રેમ પર બોલી પાકિસ્તાની સીમા

94

– સચિનના પ્રેમના કારણે હું અહીં આવી ગઈ: સીમા હૈદર

નવી દિલ્હી, તા. 13 જુલાઈ 2023, ગુરૂવાર : છેલ્લા ઘણા દિવસથી જે બે લોકોની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે તેમાં એક નોઈડાનો સચિન અને બીજી છે પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર.પ્રેમ કરનારાઓને ક્યારેય કોઈ સરહદ નથી નડતી.અંતે સીમા સરહદ પાર કરીને હિંદુસ્તાન કેમ આવી ગઈ? શું ખરેખર આ બધુ પ્રેમમાં થયું? શું પ્રેમ આંધળો હોય છે કે, પછી આજના જમાનામાં પણ આ પ્રકારનો પ્રેમ જોવા મળે છે? સીમા પાકિસ્તાનના કરાંચીથી 4 બાળકો સાથે હિન્દુસ્તાન આવી ગઈ છે.

સીમાએ કહ્યું કે, સચિનના પ્રેમના કારણે હું અહીં આવી ગઈ. આમ પણ હું ત્યાં એકલી જ રહેતી હતી.સીમાએ પોતાના પતિ ગુલામ હૈદર વિશે કહ્યું કે, મારો પતિ એટલો સારો નથી જેટલો સારો બની રહ્યો છે.તે બિલકુલ સારો નથી.તમે લોકો તેની વાતો પર ધ્યાન ન આપો.સીમાએ કહ્યું કે, લોકોનું કહેવું છે કે, હું અંગ્રેજી બોલી લઉં છું અને આટલી જલ્દી અહીંના માહોલમાં કેવી રીતે સેટ થઈ ગઈ.તો મારું કહેવું છે કે, હું કોઈ બાળકી નથી. 27 વર્ષની છું, 4 બાળકોને જન્મ આપ્યો છે.સાચું-ખોટું શું હોય છે તે બધુ સમજુ છું.

જ્યારે પૂછવામાં આવ્યું કે તેને પાકિસ્તાન અને ભારતના સંબંધો વિશે ખબર હશે,કેવો તણાવ છે અને આવી સ્થિતિમાં તે તેના ચાર બાળકો સાથે અજાણ્યા દેશમાં આવી પહોંચી તમે આટલું મોટું જોખમ કેવી રીતે ઉઠાવ્યું? આ પ્રશ્નના જવાબમાં સીમાએ કહ્યું કે આ જોખમ ઉઠાવવું પડ્યું.બે જ રસ્તા હતા અહીં કે ત્યાં રહીને રડવાનું જ હતું તો અહીં ટ્રાઈ કરવું હતું.સીમાએ કહ્યું કે મને કમ સે કમ એવો અફસોસ તો ન રહે કે મેં પ્રયાસ ન કર્યો.નહિ તો મને આખી જીંદગી એ વાતનો અફસોસ રહેત કે મેં સચિન પાસે જવાની કોશિશ ન કરી. કાશ મેં પ્રયત્ન કર્યો હોત.મેં પ્રયત્ન કર્યો અને સફળ થઈ.હું પહેલા ભારતીય વિઝા સાથે આવવા માંગતી હતી પરંતુ મને ન મળ્યા તો મારે આ રસ્તો અપનાવવો પડ્યો.

સચિને કહ્યું કે વર્ષ 2020માં PUBG પર ગેમ રમતી વખતે નંબર એક્સચેન્જ કર્યા.ત્યારબાદ ધીમે-ધીમે વાત થવા લાગી. PUBG પર ફોન કોલ જેવી જ વાત જતી તેથી અમે તેના પર જ વાત કરતા હતા.ધીમે ધીમે પ્રેમ થવા લાગ્યો.જ્યારે નંબર એક્સચેન્જ થયો ત્યારે ખબર પડી કે તે પાકિસ્તાનની છે.હું વિચારતો હતો કે ત્યાંની છોકરી અહીં વિશે શું વિચારતી હશે.ધીમે ધીમે અમે વાત કરવાનું શરૂ કર્યું પછી મને તેની વાત ગમવા લાગી.અમારો પ્રેમ વધતો જ રહ્યો. 2021 માં વિચાર્યું કે અમે એકબીજા વગર ન રહી શકીએ.

સીમાએ જણાવ્યું કે, કે મારા પિતાએ હૈદર સાથે લગ્ન કર્યા હતા.મારા મામા આ લગ્ન માટે સહમત ન હતા.કોઈ સહમત ન હતુ.તે પછી પંદર વર્ષની ઉંમરે પ્રથમ બાળકનો જન્મ થયો.બીજી દીકરીનો જન્મ થયો.પછી ત્રીજી અને પછી મુન્નીના જન્મ પહેલા ગુલામ હૈદર સાઉદી ચાલ્યો ગયો હતો.તે સમયે ખૂબ લડાઈ થઈ હતી.

Share Now