વિપક્ષી ગઠબંધન INDIA સામે માયાવતીના પ્રહાર, આગામી લોકસભા ચૂંટણી એકલા લડવાની જાહેરાત

55

– માયાવતીએ કહ્યું કે અમે કોઈ ગઠબંધનમાં સામેલ નહીં, પંજાબ-હરિયાણાાની ચૂંટણી સાથી પક્ષો જોડે મળીને લડીશું
– આગામી રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણી એકલા જ લડીશું, કોંગ્રેસ જાતિવાદી પક્ષો સાથે ગઠબંધન કરી રહી છે

વિપક્ષી દળોએ મળીને INDIA નામના નવા ગઠબંધનની જાહેરાત કરી દીધી છે.ત્યારે NDAએ પણ તેનું શક્તિ પ્રદર્શન કરી દીધું છે.આ દરમિયાન એવા ઘણાં મોટા પક્ષો છે જેમણે હજુ સુધી આ બંને ગઠબંધનમાંથી કોઈને સમર્થન જાહેર કર્યું નથી.તેમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP) પણ સામેલ છે.આ દરમિયાન માયાવતીએ તેમનું વલણ સ્પષ્ટ કરી દીધું હોય તેમ કહી દીધું કે અમે રાજસ્થાન અને છત્તીસગઢમાં ચૂંટણી એકલા જ લડીશું.કોંગ્રેસ જાતિવાદી પક્ષો સાથે ગઠબંધન કરી રહી છે. અમે બંને ગઠબંધનના સમર્થનમાં નથી.

કોંગ્રેસ સામે તાક્યું નિશાન

માયાવતીએ કહ્યું કે પંજાબ અને હરિયાણામાં અમારી પાર્ટી સાથી પક્ષો સાથે મળીને લડશે.બસપાએ લોકસભા ચૂંટણી પણ એકલા લડવાની જાહેરાત કરી દીધી છે.તેમણે કોંગ્રેસ સામે નિશાન તાકતાં કહ્યું કે તે ચૂંટણી જીત્યા બાદ તેના વાયદાઓની જેમ હવા હવાઈ થઈ જાય છે.વિપક્ષી ગઠબંધનમાં સામેલ તમામ પક્ષો ચૂંટણી જીતવાના સપના જોઈ રહ્યા છે.

Share Now