મેરઠ : તાજેતરમાં મણિપુરનો એક વિડીયો સામે આવ્યો હતો,જેમાં 2 મહિલાઓને નગ્ન અવસ્થામાં પરેડ કરાવવામાં આવી હતી.અઢી મહિના જૂની ઘટના હોવા છતાં તેનો વિડીયો વાયરલ થતા તંત્ર દ્વારા આરોપીઓની ધરપકડ કરી કડક પગલાં લઇ કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે હવે ઉત્તરપ્રદેશના મેરઠમાં પણ આવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેમાં મેરઠમાં સગીરા સાથે ક્રૂરતાનો વિડીયો વાયરલ થયો છે.શાકિરે એક સગીરાનો નગ્ન અવસ્થામાં વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો.
મળતી માહિતી મુજબ ઉત્તરપ્રદેશના મેરઠમાં એક સગીરા સાથેની ક્રૂરતાનો વિડીયો સામે આવ્યો છે.જેમાં સગીરા વારંવાર વિનંતી કરતી હોવા છતાં તેને નિર્વસ્ત્ર કરી અભદ્ર વર્તન કરવામાં આવી રહ્યું છે.મહત્વનું છે કે, આ વિડીયો વાયરલ થતા યુપી પોલીસ દોડતી થઇ છે અને 3 આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે.પીડીતાએ ફરિયાદમાં ખુલાસો કર્યો હતો કે તેના જ ગામના એક છોકરાએ તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું અને વિડીયો પણ બનાવ્યો હતો.
વિડીયોમાં પીડિતા વારંવાર કહેતા નજરે પડે છે કે, “ભાઈ, પ્લીઝ કપડાં પહેરવા દો, પ્લીઝ ભાઈ.” આ વિડીયો થોડા મહિના જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.પીડિતાએ કહ્યું હતું કે, તેના પ્રેમી દ્વારા તેને જંગલમાં લઇ જતા પહેલા માદક પદાર્થ ખવડાવવામાં આવ્યું હતું.જ્યાં 4 લોકો દ્વારા પીડિતાને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ નગ્ન અવસ્થામાં તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો.પોલીસે 4 આરોપીઓના નામ જાહેર કર્યા છે,તેમાંથી 3ની ધરપકડ થઇ ચુકી છે અને 1 આરોપી હજુ પણ ફરાર છે.
#BREAKING | मेरठ में नाबालिग लड़की के साथ गैंगरेप
– हैवानियत का वीडियो सोशल मीडिया पर वायरल
– गैंगरेप के तीन आरोपी गिरफ्तार
मातृभूमि @Sheerin_sherry के साथ https://t.co/smwhXUROiK @upadhyayabhii | @ReporterAnkitG#MatrBhumiOnABP #UP #Crime #Meerut pic.twitter.com/szz7ULMprg
— ABP News (@ABPNews) July 26, 2023
આરોપીઓએ અંદાજે 3 મહિના પહેલા પીડિતાને જંગલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો.આ ઘટનાનો મુખ્ય આરોપી શાકિર હોવાનું બહાર આવ્યું છે.પીડિતા પરિવારના કહેવા મુજબ, શાકિરે પીડિતાની સાથે છેતરપિંડી કરી હતી અને 2 વર્ષથી દુષ્કર્મ આચરતો હતો.શાકિર સહિત શોએબ ગદ્દી,ગુલઝાર અને પપ્પુ એમ કુલ 4 આરોપીઓ દ્વારા સગીર છોકરી સાથે દુષ્કૃત્ય કરી તેનો નગ્ન અવસ્થામાં વિડીયો બનાવ્યો હતો અને શોએબ ગદ્દીએ તેના ફોનમાંથી વિડીયો વાયરલ કર્યો હતો.
મેરઠ (ગ્રામ્ય)ના એસપી કમલેશ બહાદુરે આ મામલે જણાવ્યું હતું કે, કીઠૌર પોલીસસ્ટેશન ક્ષેત્રમાં મહિલા દ્વારા કરાયેલ ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે.કલમ 164 હેઠળ કિશોરીનું નિવેદન નોંધવામાં આવ્યું છે.તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે.એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે પીડિતાને શેરડીના ખેતરથી રોડ સુધી ઢસડવામાં આવી હતી.જાહિદનો પુત્ર શાકિર,પપ્પુ ઉર્ફ જાવેદ અને આલમ – આ ત્રણેયની યુપી પોલીસે ધરપકડ કરી છે.વિડીયો બનાવનાર આરોપી હજુ પણ ફરાર છે.