ઓર્ગેનાઇઝડ ક્રાઇમમાં દબદબો ધરાવતી મહારાષ્ટ્રની ખુંખાર “રાવણ ગેંગ” નો સાગરીત વડોદરાથી ઝડપાયો

79

– રાવણ ગેંગના 12 સાગરીતોએ ભેગા મળી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમને અંજામ આપ્યો હતો.

વડોદરા : અંડરવર્લ્ડ અને ગુનાખોરી પર અનેક હિન્દી ફિલ્મો બનેલી છે.જે આપણે નિહાળી છે,મહારાષ્ટ્રમાં કંઇ રીતે ગેંગ ઓપરેટ કરવામાં આવે છે અને બીજી ગેંગ સામે અથવા તો વિસ્તારમાં પોતાનુ વર્ચસ્વ જમાવવા માટે ગુનાખોરી આચરતા હોય છે.આજે પણ મહારાષ્ટ્રમાં આવી અનેક નાની મોટી ગેંગ સક્રિય છે અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમને અંજામ આપી રહીં છે.આવી જ એક મહારાષ્ટ્રના પૂણેની રાવણ ગેંગના 12 સાગરીતોએ વર્ચસ્વની લડાઇમાં એક શખ્સની હત્યા કરી,જેમાંનો એક ખુંખાર આરોપી છેલ્લા દોઢ મહિનાથી વડોદરામાં સંતાયેલો હતો.જેને બાતમીના આધારે મકરપુરા પોલીસે ઝડપી પાડી પૂણે પોલીસને હવાલે કર્યો છે.

વાત છે, મહારાષ્ટ્રના પૂણે સ્થિત ચીખલી ગામની જ્યાં લાંબા સમયથી વર્ચસ્વની લડાઇ માટે રાવણ ગેંગે માથુ ઊંચક્યુ હતુ.ગેંગમાં સામેલ કરાયેલા સાગરીતોનો પોતોનો પણ ગુનાહીત ઇતિહાસ છે.તેવી રાવણ ગેંગના 12 સાગરીતોએ પોતાનુ વર્ચસ્વ જમાવવા માટે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી કૃષ્ણ ઉર્ફે સોનિયા નામના યુવકની હત્યા કરી નાખી હતી.યુવકની હત્યા કરવા માટે રાવણ ગેંગના 12 જેટલા સભ્યોએ PUBG રમતા રમતા આખો પ્લાન તૈયાર કર્યો,વોટ્સઅપ અથવા તો નોર્મલ કોલ થકી પકડાઇ જવાની બીકે તેમણે ઇન્સ્ટાગ્રામ કોલીંગનો પણ ઉપ્યોગ કર્યો હતો.આમ કૃષ્ણ ઉર્ફે સોનિયાની હત્યા કરવા માટે આખો પ્લાન PUBG અને ઇન્સ્ટાગ્રામ પર તૈયાર કરી સગીરને હાથો બનાવીને આખરે ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.જે બાદ આ ગેંગના 12 પૈકી 10 સાગરીતોની ચીખલી પોલીસે ધરપકડ કરી હતી.જ્યારે લતા રોકડે નામની મહિલા અને વિજય ઉર્ફે કપિલ લોખંડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.ત્યારબાદ વિજય ઉર્ફે કપિલ છેલ્લા દોઢ મહિનાથી વડોદરા આવી પહોંચ્યો હતો અને વડોદરા સ્થિત દંતેશ્વર સ્મશાન નજીક આવેલા ભાથીજી નગરમાં મકાન ભાડે રાખી રહેવા લાગ્યો હતો.કપિલ સામે પણ MCOCA હેઠળ ગુનો નોંધાયા હોવાથી મહારાષ્ટ્ર પોલીસે તેની ઝડપી પાડવા ગતીવિધી તેજ કરી હતી. આ દરમિયાન મહારાષ્ટ્ર પોલીસને જાણકારી મળી હતી કે, વિજય ઉર્ફે કપિલ લોખંડે વડોદરામાં સંતાયેલો છે.

મહારાષ્ટ્ર પોલીસે આ અંગેની જાણ વડોદરા પોલીસને કરવામાં આવી હતી.માહિતીના આધારે મકરપુરા પોલીસના સ્ટાફે વિજય ઉર્ફે કપિલની ગુપ્ત રાહે શોધખોળ શરૂ કરી હતી.પોલીસ પાસે માત્ર વિજય ઉર્ફે કપિલનો એક માત્ર ફોટો હતો,જેથી બાતમીદારોને તે ફોટો મોકલવામાં આવ્યો અને ટુંક જ સમયમાં તેનો પત્તો લાગી ગયો હતો.પોલીસને ખુંખાર રાવણ ગેંગના વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે કપિલ અંગે બાતમી મળી કે, તે દંતેશ્વર સ્મશાન પાસે રહે છે અને હાલ ત્યાંજ ઉભો છે.

બાતમી મળતા જ પોલીસ એલર્ટ થઇ અને ખુંખાર રાવણ ગેંગના વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે કપિલ લોખંડેને ઝડપી લેવામાં આવ્યો હતો.આ સમગ્ર મિશનને પાર પાડવામાં મકરપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ જે.એમ પરમાર,પી.એસ.આઇ એસ.જી ડામોર તથા એ.એસ.આ દિનેશભાઇ, હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર,મયુરસિંહ,નરસિંહભઆઇ,લાખાભાઇ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ,હરિદત્તસિંહ,જયપાલિસંહ દિગવિજયસિંહ ચેતનકુમાર અને ચેતનસિંહ તથા લોકરક્ષક કિરણકુમારે ખુબ સાવધાની પૂર્વક કામ કરી MCOCA જેવા ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી પૂણે પોલીસને સોંપ્યો હતો.

આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર જે.એન પરમારે વાત કરતા જણાવ્યું હતુ કે, MCOCA જેવા ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપી અંગે અમને જાણ કરવામાં આવી હતી.આ આરોપી મહારાષ્ટ્રની રાવણ ગેંગનો સાગરીત છે,આ ગેંગ સામે મહારાષ્ટ્રમાં 21 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે ઉપરાંત 10 વખત MCOCA લાગેલી છે.જેથી અમે ઉપરોક્ત બનાવ સંદર્ભના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે ટીમની રચના કરી અને ચોક્કસ બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો છે.

Share Now