રાજસ્થાનની અંજુ પહેલા પાકિસ્તાન ગઈ અને ત્યારબાદ તેણે ઈસ્લામ કબૂલ કરીને તેના પ્રેમી નસરુલ્લા સાથે લગ્ન કરી લીધા હતા.હાલ અંજુ સતત ચર્ચામાં છે અને નસરુલ્લાની વાત માનીએ તો ટૂંક સમયમાં અંજુને પાકિસ્તાનની નાગરિક્તા મળી જશે. તે આવતા મહિને પાકિસ્તાનથી ભારત પરત ફરશે ત્યારબાદ ભારતમાંથી તેના બાળકોને લઈને પરત પાકિસ્તાન જશે.
નસરુલ્લાએ શંકા વ્યક્ત કરી
નસરુલ્લાએ એક શંકા પણ વ્યક્ત કરી હતી જેમા તેણે કહ્યું હતું કે મને ડર છે કે ભારતમાં અંજુનો જીવ જોખમમાં ન મુકાઈ જાય.જ્યારે તે ભારત જશે તો તેના પર કોઈ જીવલેણ હુમલો ન કરવામાં આવે.આ સિવાય તેણે વધુમાં કહ્યું કે અંજુએ ઈસ્લામ અંગીકાર કરી લીધો છે અને તેને ટૂંક સમયમાં પાકિસ્તાનની નાગરિકતા મળશે.મેં અંજુ સાથે લગ્ન કર્યા છે અને હું તેનો સાથ ક્યારેય નહીં છોડું તેમજ હું તેના બાળકોને પણ દત્તક લઈશ પરંતુ અંજુના બાળકોને ઈસ્લામ કબૂલ કરવામાં આવશે નહીં.
અંજુએ ફાતિમા બનીને લગ્ન કર્યા
નસરુલ્લાના જણાવ્યા અનુસાર પાકિસ્તાન સરકારે અંજુના બાળકોને પણ નાગરિકતા આપવાનું વચન આપ્યું છે.જોકે અંજુએ નસરુલ્લાના આ દાવાઓને સમર્થન આપ્યું નથી.પરંતુ નસરુલ્લાના આ દાવાઓથી સ્પષ્ટ થઈ ગયું છે કે અંજુને પાકિસ્તાન સરકાર તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે.આ સાથે અંજુ અને નસરુલ્લાનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.આ વીડિયોમાં નસરુલ્લાના સંબંધીઓ અને પરિવારના સભ્યો અંજુને ભેટ આપતા જોવા મળે છે.અંજુએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ફાતિમા બનીને નસરુલ્લા સાથે લગ્ન કર્યા હતા.
આ કારણે અંજુ ફરી એકવાર ચર્ચામાં આવી
પાકિસ્તાન ગયા બાદ અંજુના એક પછી એક નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.જે બંને દેશો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે.નવા વિડિયોમાં અંજુ અને નસરુલ્લા ઉભેલા જોવા મળે છે,જેમને સગા – સંબંધીઓ આવીને ભેટ આપી રહ્યા છે.આ વીડિયોમાં એક વ્યક્તિ અંજુના દસ્તાવેજો પણ તપાસતો જોવા મળે છે.બીજી તરફ અંજુ પોતે અત્યાર સુધી લગ્નને નકારી રહી હતી.તેણીનો દાવો છે કે તે ટૂંક સમયમાં ભારત પરત ફરશે.પરંતુ નવા વીડિયોએ ફરી એકવાર આ અંજુને ચર્ચામાં લાવી દીધી છે.કારણ કે આ પુષ્ટિ કરે છે કે હવે તે ભાગ્યે જ ભારત પરત ફરશે. જોકે એ સમજાતું નથી કે અંજુ વારંવાર ખોટું કેમ બોલી રહી છે?
ભારતમાં અંજુના લગ્ન 17 વર્ષ પહેલા થયા હતા
ભૂતકાળમાં પાકિસ્તાન ગયેલી અંજુ મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લાની રહેવાસી છે.ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રહેવાસી અને હાલ ભિવડી રાજસ્થાનના અલવર જિલ્લોમાં રહેતા અરવિંદ સાથે અંજુએ લગભગ 17 વર્ષ પહેલાં અરેન્જ મેરેજ કર્યા હતા. દંપતીને બે બાળકો પણ છે.અંજુ અને પાકિસ્તાની નાગરિક નસરુલ્લા 2019માં ફેસબુકના માધ્યમથી મિત્રો બન્યા હતા.પરિણીત મહિલાએ તેના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાને મળવા માટે કાયદેસર રીતે વિઝા લીધા હતા.હવે પાકિસ્તાની પ્રશાસનનો દાવો છે કે ભારતીય મહિલાએ તેના મિત્ર સાથે લગ્ન કરી લીધા છે.