ITR વેબસાઇટ પર લોડ વધ્યો, 8 કલાકમાં 1.30 કરોડ લોગિન, ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની આજે છેલ્લો દિવસ

60

નવી દિલ્હી : આવકવેરા વિભાગે કરદાતાઓને મદદ કરવા માટે ઘણા હેલ્પલાઇન નંબરો જારી કર્યા છે,જેના પર કોલ કરીને કરદાતાઓ કોઈપણ સમસ્યાના ઉકેલ માટે પૂછી શકે છે.આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, જે કરદાતાઓ 31 જુલાઈ સુધીમાં આવકવેરા રિટર્ન ફાઇલ નહીં કરે તેમને દંડ ભરવો પડશે.

આજે 31 જુલાઈ 2023 ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે.કરદાતાઓ માટે આકારણી વર્ષ 2023-24 માટે ITR ફાઇલ કરવાની આ છેલ્લી તક છે.આવકવેરા વિભાગે કહ્યું છે કે 30 જુલાઈએ ITR ફાઈલ કરવા માટે 8 કલાકમાં 1.30 કરોડ લોકોએ ઈન્કમ ટેક્સ ફાઇલિંગ વેબસાઈટ પર લોગઈન કર્યું છે. 6 કરોડથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા છે.

આવકવેરા વિભાગના ડેટા અનુસાર, 30 જુલાઈ સુધી 6 કરોડથી વધુ આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યા છે,જેમાંથી સાંજે 6.30 વાગ્યા સુધીના લગભગ 8 કલાકમાં લગભગ 26.76 લાખ આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યા છે.આવકવેરા વિભાગે ટ્વિટ કર્યું કે અમે આજે સાંજે 6.30 વાગ્યા સુધી ઈ-ફાઈલિંગ પોર્ટલ (https://www.incometax.gov.in/iec/foportal/) પર 1.30 કરોડથી વધુ સફળ લોગિન જોયા છે.

કરદાતાઓ માટે હેલ્પડેસ્ક 24×7

આવકવેરા વિભાગે માહિતી આપી હતી કે અમારું હેલ્પડેસ્ક 24×7 ધોરણે કરદાતાઓને આવકવેરા રિટર્ન ભરવા,કર ભરવા અને અન્ય સંબંધિત સેવાઓમાં મદદ કરવા માટે કામ કરી રહ્યું છે.અમે ટેક્સપેયર્સ હેલ્પ કોલ,લાઈવ ચેટ,વેબએક્સ સેશન્સ અને સોશિયલ મીડિયા દ્વારા પણ કરદાતાઓને સહાયતા આપીએ છીએ.

કરદાતાઓને મદદ કરવા માટે હેલ્પલાઇન નંબર

આવકવેરા વિભાગે કરદાતાઓની મદદ માટે અનેક હેલ્પલાઈન નંબર જારી કર્યા છે,જેના પર કરદાતા કોલ કરીને કોઈપણ સમસ્યાનું સમાધાન માંગી શકે છે.

1800 103 0025
1800 419 0025
+91-80-46122000
+91-80-61464700

મોડેથી ITR ફાઈલ કરવા પર પેનલ્ટી

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, જે કરદાતાઓ 31 જુલાઈ સુધીમાં આવકવેરા રિટર્ન ફાઇલ નહીં કરે તેમને દંડ ભરવો પડશે.તેની સાથે ઉપલબ્ધ કેટલીક મુક્તિઓના અવકાશમાંથી પણ તેઓને બાકાત કરી શકાય છે.જે નાના કરદાતાઓ ITR ફાઇલ કરવાની આ સમયમર્યાદા ચૂકી જાય છે તેમને 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે,જ્યારે મોટા કરદાતાઓએ 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

Share Now