મધ્યપ્રદેશ ચૂંટણી : ભાજપનો માસ્ટર પ્લાન, ગુજરાત સહિત આ રાજ્યોના ધારાસભ્યોને કરશે 230 બેઠકો પર તૈનાત

37

મધ્યપ્રદેશમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવની છે,ત્યારે મધ્ય પ્રદેશ ભાજપે નવો માસ્ટર પ્લાન બનાવ્યો છે.આ પ્લાન મુજબ મધ્યપ્રદેશના તમામ 230 બેઠકો પર એક-એક ધારાસભ્યોને તૈનાત કરવામાં આવશે.આ ધારાસભ્યો મધ્યપ્રદેશના નહીં પરંતુ ગુજરાત,ઉત્તર પ્રદેશ,બિહાર અને મહારાષ્ટ્રના હશે.આ ધારાસભ્યોને 15 ઓગસ્ટ બાદ વિધાનસભા સીટ ફાળવવામાં આવે તેવી સંભાવના છે.

મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતે યોજાશે વિધાનસભા ચૂંટણી

અત્રે ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશમાં વર્ષના અંતિમ મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.ચૂંટણીમાં પોતાનો દબદબો જમાવવા માટે બંને મુખ્ય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ જોર લગાવી રહી છે.ભાજપે સત્તામાં કાયમ રહેવા માટે નવો પ્લાન બનાવ્યો છે.આ પ્લાન હેઠળ ભાજપ રાજ્યની તમામ 230 બેઠકો પર એક-એક ધારાસભ્યોને તૈનાત કરશે.ઉપરાંત ભાજપે વિધાનસભા ક્ષેત્રોમાં ધારાસભ્યોની તૈનાતી માટે 4 ક્લસ્ટર પણ બનાવી રહી છે.

આ રાજ્યોના ધારાસભ્યોને કરાશે તૈનાત

હાલ જે રાજ્યોમાં કોઈ ચૂંટણી નથી,તે રાજ્યોના ધારાસભ્યોને મધ્યપ્રદેશની બેઠકો પર તૈનાત કરવામાં આવશે.મળતા અહેવાલો મુજબ ભાજપના પ્લાન મુજબ મુખ્ય રાજ્યોમાં ગુજરાત,બિહાર,ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.આ રાજ્યોના ધારાસભ્યો મધ્યપ્રદેશના વિધાનસભા ક્ષેત્રોમાં રહી તમામ ગતિવિધિઓ પર નજર રાખશે.આ તમામને વિશેષ જવાબદારી અપાશે.

ધારાસભ્યો વિધાનસભા ક્ષેત્રોનો લેશે ફીડબેક

અન્ય રાજ્યોના ધારાસભ્યોને આ મહિનાથી મધ્યપ્રદેશના વિધાનસભા ક્ષેત્રોમાં તૈનાત કરવામાં આવી શકે છે.આ ધારાસભ્યો પહેલા 7 દિવસ વિધાસનભા ક્ષેત્રોમાં તૈનાત રહેશે.આ ધારાસભ્યો ક્ષેત્રના પ્રભાવશાળી લોકો સહિત ભાજપ કાર્યકર્તાઓ અને પ્રજા વચ્ચે જઈ ફીડબેક લેશે અને તેનો રિપોર્ટ પક્ષના નેતૃત્વને મોકલાશે.

Share Now