– ધંધાકીય કાગળો પર સહી કરવાનું કહીને છૂટાછેડાના પેપરો પર સહીઓ કરાવી
– પતિ પત્ની સાથે ઝઘડો કરીને ગુપ્ત ભાગે મારઝૂડ કરીને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતો
– મહિલાના લગ્ન વર્ષ 2005માં સમાજના રીતરિવાજ મુજબ થયા હતા
અમદાવાદમાં ગોતાના પ્રતિષ્ઠિત બિલ્ડર સામે પત્નીએ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ કરી છે.ધંધાકીય દસ્તાવેજોનું કહી છૂટાછેડાના કાગળો પર સહી કરાવ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.જેમાં કોઈને કહ્યું તો પત્ની અને સંતાનોની હત્યા કરી દેવાની પણ ધમકી આપતો હોવાનો ઉલ્લેખ છે.સાસુ સસરાને વાત કરતા તેઓ પણ દિકરાનું ઉપરાણુ લઇને પરિણીતાને ત્રાસ આપતા હતા.
ધંધાકીય કાગળો પર સહી કરવાનું કહીને છૂટાછેડાના પેપરો પર સહીઓ કરાવી
અમદાવાદના ગોતામાં પ્રતિષ્ઠીત એક બિલ્ડરે પત્નીને ધંધાકીય કાગળો પર સહી કરવાનું કહીને છૂટાછેડાના પેપરો પર સહીઓ કરાવીને છેતરપિંડી આચરી હતી.આટલુ જ નહીં, બિલ્ડર રોજ પત્ની સાથે ઝઘડો કરીને ગુપ્ત ભાગે મારઝૂડ કરીને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો.અંતે કંટાળીને પરિણીતાએ સોલા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર પતિ વિરૂદ્ધ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવા બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે મેડીકલ ચેકઅપ કરાવીને આગળની કાર્યવાહી હાથધરી છે.
મહિલાના લગ્ન વર્ષ 2005માં સમાજના રીતરિવાજ મુજબ ગોતામાં રહેતા એક યુવક સાથે થયા
શહેરમાં રહેતી એક મહિલાના લગ્ન વર્ષ 2005માં સમાજના રીતરિવાજ મુજબ ગોતામાં રહેતા એક યુવક સાથે થયા હતા.લગ્નજીવન દરમ્યાન મહિલાએ એક દિકરી અને એક દિકરાને જન્મ આપ્યો હતો.બિલ્ડરને તેમની જ ઓફિસમાં કામ કરતી હની નામની યુવતી સાથે પ્રેમસંબંધ હોવાથી તેણે ફરવા માટે વસ્ત્રાપુર લઇ ગયા હતા આ દરમ્યાન કારનો અકસ્માત પણ થયો હોવાની જાણ થતા મહિલાએ પતિને પૂછયુ હતુ.જેથી પતિએ ઉશ્કેરાઇ જઇને પત્નીને ગૃપ્ત ભાગે મારમારીને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતુ.પૂછપરછ કરી હતી.ગત, 25 ઓક્ટોબર 2021 બિલ્ડરે ફરવા જવાનું કહીને પત્નીને કારમાં બેસાડીને જગતપુર પાસે લઇ ગયો હતો.જ્યાં ધંધાકીય પેપર્સ હોવાનું કહીને છૂટાછેડાના કાગળો પર પત્નીની સહીઓ કરાવી દીધી હતી.