– AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના દિલ્હીમાં આવેલા નિવાસ પર હુમલો કરાયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ
– ઓવૈસીએ કહ્યું 2014 બાદથી આ પ્રકારની ચોથી ઘટના હતી
AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના દિલ્હીમાં આવેલા નિવાસ પર હુમલો કરાયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે.ઓવૈસીના ઘરના દરવાજા પર લગાવેલા બે કાંચ તૂટેલી હાલતમાં મળ્યા હતા.પોલીસે જ સોમવારે આ માહિતી આપી હતી.
કોઈ પથ્થર કે ઘાતક વસ્તુ ન મળી
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે કાંચના ટુકડાં આજુબાજુ વિખેરાયેલાં મળ્યા હતા પરંતુ ત્યાં કોઈ પથ્થર કે કોઈ અન્ય ઘાતક વસ્તુ મળી આવી નહોતી.અધિકારીઓએ કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
ઓવૈસીએ શું કહ્યું?
ઓવૈસીએ ફેબ્રુઆરીમાં પણ આરોપ મૂક્યો હતો કે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના નિવાસ પર અજાણ્યા બદમાશોએ હુમલો કર્યો હતો અને દાવો કર્યો હતો કે 2014 બાદથી આ પ્રકારની ચોથી ઘટના હતી.