બ્રિટનમાં જધન્ય હત્યારાઓ માટે આજીવન કેદ ફરજિયાત બનાવાશે

56

બ્રિટનનમાં જધન્ય હત્યાના દોષિતોને આજીવન કેદનો સામનોે કરવો પડશે.દેશના વડાપ્રધાન રિશિ સુનકે સરકારે નવા કડક કાયદાની યોજનાની જાહેરાત કરી છે.સુનકના જણાવ્યા અનુસાર જધન્ય હત્યાઓમાં સામેલ દોષિતો માટે પેરોલ કે વહેલા મુક્તિની સંભાવના લગભગ સમાપ્ત થઇ જશે.સરકારે આ યોજનાની જાહેરાત એવા સમયે કરી છે કે જ્યારે તાજેતરમાં જ એક નર્સને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી છે.જેના પર સાત બાળકોની હત્યાનો આરોપ છે.

મીડિયાના અહેવાલ અનુસાર ૪૩ વર્ષીય ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાને શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જીવનનો અર્થ જીવન છે અને ન્યાયમૂર્તિઓન સૌથી ભયાનક પ્રકારની હત્યા કરનારા અપરાધીઓને ફરજિયાત આજીવન કારાવાસનો આદેશ આપવાની જરૃર રહેશે.નવા કાયદા હેઠળ મર્યાદિત પરિસ્થિતિઓને છોડીને ન્યાયમૂર્તિઓથી આજીવન કેદની સજા આપવાનો આદેશ આપવાની કાયદાકીય અપેક્ષા રાખશે.સુનકે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ થયેલા ક્રૂર અપરાધો અંગે પ્રજાના ભયને મેં શેર કર્યો છે.ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં મોતની સજા આપવાની જોગવાઇ નથી.આ સ્થિતિમાં જધન્ય ઘટનાઓને અંજામ આપનારા અપરાધીઓને સૌથી કઠોર સજાના સ્વરૃપે આજીવન કેદની સજા આપવામાં આવે છે.

Share Now