ખાલિસ્તાન જનમત (Khalistan Referendum) સંગ્રહના આયોજકોને મોટો આંચકો લાગ્યો છે.કેનેડિયન સત્તાવાળાઓએ પબ્લિક સ્કૂલમાં જનમત સંગ્રહ કરવાની પરવાનગીને પાછી ખેંચી લીધી છે.અગાઉ ઓસ્ટ્રેલિયામાં પણ ખાલિસ્તાન જનમત રદ કરવામાં આવ્યો હતો.કેનેડામાં જનમત 10 સપ્ટેમ્બરના રોજ બ્રિટિશ કોલંબિયાના સરે શહેરની એક માધ્યમિક શાળામાં યોજવાનો હતો.
શાળા બોર્ડે કરારનો ભંગનો કર્યો ઉલેખ્ખ
ગઈકાલે સરે શહેરના ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે અમારા રેન્ટ કરારના ભંગમાં સમુદાયના કાર્ય માટે શાળા ભાડે આપવાનો કરાર સમાપ્ત કર્યો છે.જાહેર કરેલા પ્રકાશનમાં સમજાવવામાં આવ્યું હતું કે, શાળામાં ઇવેન્ટ યોજવાની પરવાનગી પાછી ખેંચી લેવાનું સ્પષ્ટ કારણ એ હતું કે ઇવેન્ટ માટેની પ્રમોશનલ સામગ્રીએ શસ્ત્રોની છબીઓ તેમજ શાળાના ફોટા પ્રકાશિત કર્યા હતા.લોકમત માટેના પોસ્ટરમાં AK-47ના ફોટો પ્રકાશિત કરવામાં આવ્યા જેને જિલ્લા શાળા બોર્ડે તેના કરારનો ભંગ ગણાવ્યો છે.
કાર્યક્રમ રદ કરવા પાછળ સ્કૂલે આપ્યું કારણ
સ્કૂલ દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં જણાવ્યું કે, આ સમસ્યાને ઉકેલવાના વારંવાર પ્રયાસો કર્યા છતાં ઇવેન્ટના આયોજકોએ પોસ્ટરમાંથી વિવાદાસ્પદ તસવીરો હટાવી ન હતી અને વાંધાજનક સામગ્રી આખા શહેર અને સોશિયલ મીડિયા પર શેર કરવાનું ચાલુ રાખ્યું હતું.આયોજકો દ્વારા આના વિરુધ કોઈ પગલાં લેવામાં ન આવતાં કાર્યક્રમ રદ કરવામાં આવ્યો અને આ નિર્ણયની જાણ ઈવેન્ટ આયોજકોને કરવામાં આવી હતી.