દેશનું નામ ‘ભારત’ કરવાની ચર્ચા પર ‘INDIA’ ગઠબંધન થયું લાલચોળ, મમતા-પવાર સહિતના દિગ્ગજોએ જાણો શું કહ્યું

56

કેન્દ્ર સરકાર સંસદના વિશેષ સત્રમાં INDIAનું નામ બદલીને ભારત કરવા માટે એક નવો પ્રસ્તાવ લાવી શકે છે
G-20 ડિનરના નિમંત્રણમાં રાષ્ટ્રપતિને ‘પ્રેસિડેન્ટ ઑફ ભારત’ લખવામાં આવ્યું છે
Updated: Sep 5th, 2023

કેન્દ્ર સરકાર સંસદના વિશેષ સત્રમાં ‘INDIA’નું નામ બદલીને ‘ભારત’ (BHARAT) કરવા માટે એક નવો પ્રસ્તાવ લાવી શકે છે.કેન્દ્ર સરકારે G20 કોન્ફરન્સના આમંત્રણ કાર્ડ પર President Of India ના બદલે President Of Bharat લખીને નવી ચર્ચા શરૂ કરી દીધી છે. ત્યારે રાજકીય નેતાઓએ આ મુદ્દે શું કહ્યું…?

રાજ્યોના સંઘ પર હુમલો : કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટર (X) પર લખ્યું કે, આ સમાચાર સાચા છે.રાષ્ટ્રપતિ ભવને G-20 શિખર સંમેલન માટે 9 સપ્ટેમ્બરે ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ના બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ના નામ પર નિમંત્રણ મોકલ્યું છે.બંધારણમાં અનુચ્છેદ 1માં લખ્યું છેઃ ભારત, એટલે ઈન્ડિયા, રાજ્યોનો એક સંઘ હશે,પરંતુ હવે આ રાજ્યોના સંઘ પર પણ હુમલો કરી રહ્યા છે.પીએમ મોદી ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કરી રહ્યા છે.

એવું શું થયું કે, તેમણે દેશનું નામ બદલવ્યું પડ્યું ? : મમતા બેનર્જી

મમતા બેનર્જીએ કહ્યું કે, તેમણે (કેન્દ્ર સરકારે) આજે ઈન્ડિયાનું નામ બદલી દીધું છે. G20 શિખર સંમેલનના રાત્રીભોજનના આમંત્રણ કાર્ડમાં ‘ભારત’ લખેલું છે.આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઈન્ડિયા અને ઈન્ડિયન કૉન્ટિટ્યૂશન અને હિન્દીમાં પણ કહીએ છીએ ભારતનું બંધારણ.આપણે બધા ‘ભારત’ કહીએ છીએ, આમાં નવું શું છે ? વિશ્વભરના લોકો ‘ઈન્ડિયા’ નામ જાણે છે.અચાનક એવું શું થયું કે, તેમણે દેશનું નામ બદલવ્યું પડ્યું ?

દેશ કોઈ રાજકીય પક્ષનો નથી : AAP નેતા રાઘવ ચઢ્ઢા

AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, ભાજપ INDIAને કેવી રીતે ખતમ કરી શકે? દેશ કોઈ રાજકીય પક્ષનો નથી,તે 135 કરોડ ભારતીયોનો છે.આપણી રાષ્ટ્રીય ઓળખ ભાજપની અંગત મિલકત નથી જેને તે પોતાની ઈચ્છા મુજબ બદલી શકે. જુડેગા ભારત, જીતેગા ઈન્ડિયા.

ભાજપ ઈન્ડિયા નામના એક શબ્દથી ડરી ગઈ : DMK ચીફ MK સ્ટાલિન

DMK ચીફ MK સ્ટાલિને કહ્યું કે, ફાંસીવાદી ભાજપ શાસનને ઉખેડી ફેંકવા માટે અમારા એકજુટ થવા અને તેમના ગઠબંધનનું નામ ઈન્ડિયા આપ્યા બાદ હવે ભાજપ ઈન્ડિયાને ભારતમાં બદલવા માંગે છે.ભાજપે ભારતને બદલવાનું વચન આપ્યું હતું, પરંતુ 9 વર્ષ બાદ આપણને માત્ર નામમાં પરિવર્તન મળ્યું! એવું લાગે છે કે, ભાજપ ઈન્ડિયા નામના એક શબ્દથી ડરી ગઈ છે, કારણ કે તેઓ વિપક્ષની અંદર એકતાની તાકાતને ઓળખે છે.ચૂંટણી દરમિયાન ભાજપને સત્તાથી બહાર કરશે ‘ઈન્ડિયા’.

દેશનું નામ બદલવાનો અધિકાર નહીં : NCP ચીફ શરદ પવાર

NCP ચીફ શરદ પવારે કહ્યું કે, કોઈને પાસે અધિકાર નથી કે તેઓ દેશનું નામ બદલી શકે.મને સમજમાં નથી આવી રહ્યું કે, સત્તાધારી પક્ષ ભાજપ એવું શા માટે કરી રહી છે.

વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’થી ડર્યા મોદી : બિહારના DyCM તેજસ્વી યાદવ

બિહારના DyCM તેજસ્વી યાદવે કહ્યું કે, PM મોદી કહેતા હતા કે, વૉટ ફૉર ઈન્ડિયા તો તેવામાં હવે ડરેલા કેમ છે? તેનાથી તો દેખાય છે કે PM મોદી વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’થી ડરેલા છે.પાસપોર્ટથી આધાર કાર્ડ સુધી ઈન્ડિયા લખેલું છે.

ભારતનું મહત્વ ઘટાડવું એ ભાજપની અસહિષ્ણુતા : PDP ચીફ મહેબૂબા મુફ્તી

PDP ચીફ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, ભારતની વિવિધતામાં એકતાના મૂળભૂત સિદ્ધાંત પ્રત્યે ભાજપની નાપસંદગી એક નવા નિચલા સ્તર પર પહોંચી ગઈ છે.હિન્દુસ્તાન અને ઈન્ડિયાથી લઈને ભારતના અનેક નામોનું મહત્વ ઘટાડીને હવે માત્ર ભારત કરવું તેમની સંકીર્ણતા અને અસહિષ્ણુતાને દર્શાવે છે.

કોંગ્રેસની દેશ વિરોધી નીતિ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસને દેશના સન્માન અને ગૌરવથી જોડાયેલા તમામ વિષયો પર આટલી તકલીફ કેમ છે? ભારત જોડોના નામ પર રાજકિય યાત્રા કરનારાઓને “ભારત માતા કી જય”ના નારાથી નફરત કેમ છે? સ્પષ્ટ છે કે, કોંગ્રેસના મનમાં ન દેશ પ્રત્યે સન્માન છે, ન દેશના બંધારણ પ્રત્યે અને ન બંધારણિય સંસ્થાઓ પ્રત્યે.તેને તો માત્ર એક વિશેષ પરિવાર અને ગુણગાનથી મતલબ છે.કોંગ્રેસની દેશ વિરોધી અને બંધારણ વિરોધી નીતિને દેશ સારી રીતે જાણે છે.

Share Now