ગેઇલના ડાયરેક્ટર કે.બી સિંહ સહિત પાંચ લોકોની ધરપકડ

82

– ધરપકડ કરાયેલા લોકોમાં વડોદરાની એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રકચરના ડાયરેક્ટર સુરેન્દ્ર કુમાર પણ સામેલ
– ૫૦ લાખ લાંચ કેસમાં સીબીઆઇની કાર્યવાહી

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને સરકારી માલિકીની દેશની સૌથી મોટી ગેસ કંપની,ગેસ ઓથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (પ્રોજેક્ટ) કે બી સિંહની રૃ. ૫૦ લાખની કથિત લાંચના કેસમાં ધરપકડ કરી છે. સિંહની સાથે વધુ ચાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

પીટીઆઈના અહેવાલ અનુસાર અન્ય લોકોમાંથી એકની ઓળખ વડોદરાના એડવાન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડિરેક્ટર સુરેન્દ્ર કુમાર તરીકે થઈ છે.પ્રારંભિક અહેવાલોમાં અન્ય ત્રણની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.સૂત્રોએ જણાવ્યું કે કથિત લાંચ કેસમાં દિલ્હી,નોઈડા અને વિશાખાપટ્ટનમમાં ઘણી જગ્યાએ સર્ચ ચાલી રહ્યું છે.આ મામલો ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટમાં કેટલાક કોન્ટ્રાક્ટરોની તરફેણ કરવાના બદલામાં પૈસા લેવાનો છે.

આરોપ છે કે બે ગેઇલ પાઇપલાઇન પ્રોજેક્ટ્સ – શ્રીકાકુલમથી અંગુલ અને વિજયપુરથી ઔરૈયા માટે લાંચ આપવામાં આવી હતી.તેમણે કહ્યું કે સીબીઆઈને લાંચના વ્યવહારો વિશે ઈનપુટ મળ્યા હતા,જેના પગલે તેણે ૪ સપ્ટેમ્બરે એક ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતુ અને આજે ધરપકડ થઈ છે.

Share Now