FIR પરથી જાણો ઠાસરામાં શું બન્યું હતું, કઈ રીતે મુસ્લિમ ટોળાએ શિવયાત્રા પર કર્યો હતો હુમલો !

98

ખેડા : શુક્રવારે (15 સપ્ટેમ્બર, 2023) ખેડા જિલ્લાના ઠાસરામાં શ્રાવણના અંતિમ દિવસે યોજાયેલી શિવજીની શોભાયાત્રા પર મુસ્લિમ ટોળાએ હુમલો કરી દીધો હતો.યાત્રા મદરેસા પાસે પહોંચી ત્યારે અચાનક પથ્થરો ફેંકાવા માંડ્યા હતા,જેના કારણે અફરાતફરી મચી ગઈ અને પોલીસકર્મીઓ સહિત અનેક લોકોને ઈજા પહોંચી હતી.હવે આ મામલે પોલીસે FIR દાખલ કરી છે.

ઠાસરા પોલીસ મથકે આ ઘટનાને લઈને ત્રણ FIR દાખલ કરવામાં આવી છે,જે તમામની નકલો ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. FIRથી જાણવા મળે છે કે કઈ રીતે મુસ્લિમ ટોળાએ પહેલાં ડીજે બંધ કરાવ્યા બાદ શોભાયાત્રા પર હુમલો કરી દીધો હતો.ઠાસરા પોલીસે વિજય પરમાર નામના યુવાન દ્વારા દાખલ ફરિયાદના આધારે FIR દાખલ કરી છે.જેમાં જણાવવામાં આવ્યું કે, દર વર્ષની જેમ શુક્રવારે પણ શ્રાવણ માસ પૂર્ણ થતો હોઈ શિવજીની સવારી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,જે માટે કાયદાકીય મંજૂરી પણ મેળવવામાં આવી હતી.દર વર્ષે શિવજીની પ્રતિમાને બગીમાં બેસાડીને ઠાસરા નાગેશ્વર મહાદેવ મંદિરેથી નીકળીને બળિયાદેવ મંદિર,રામચોક,ટાવર બજાર,હુસૈની ચોક,હોળી ચકલા,તીનબત્તી અને આશાપુરી મંદિરથી પરત નાગેશ્વર મંદિરે યાત્રા પરત ફરે છે.

FIRમાં જણાવાયા અનુસાર, યાત્રા સવારે સાડા અગિયાર વાગ્યે શરૂ થઈ હતી અને ઠાસરા તેમજ આસપાસનાં ગામોના લગભગ 1000 હિંદુ શ્રદ્ધાળુઓ તેમ જોડાયા હતા.જેમાં સ્ત્રી-પુરૂષો, બાળકો સૌ સામેલ હતાં.યાત્રામાં બે ડીજે બોલાવવામાં આવ્યાં હતાં તેમજ સમગ્ર રૂટ પર ઠાસરા પોલીસ મથકેથી જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો.યાત્રા નિયત રૂટ અનુસાર નાગેશ્વર મહાદેવ મંદિરેથી નીકળીને બળિયાદેવ મંદિર,રામચોક,ટાવર બજાર,હુસૈની ચોક,હોળી ચકલાથી આશરે સાડા ત્રણ વાગ્યે તીનબત્તી સુધી પહોંચી હતી.

મુસ્લિમ સમુદાયના પચાસ લોકોએ આવીને આગળ મદરેસા હોવાનું કહીને ડીજે બંધ કરાવ્યાં હતાં

આ દરમિયાન યાત્રામાં સતત ભક્તિગીતો વાગી રહ્યાં હતાં.ફરિયાદમાં જણાવ્યું છે કે તીનબત્તી ચોક પર સ્થિત મદરેસા પાસે યાત્રા પહોંચતાં અહીં ઠાસરા નગરપાલિકાના સભ્ય મહંમદ અબરાર રિયાઝુદ્દીન સૈયદ,અસ્પાક બેલીમ સૈયદ અને અન્ય લગભગ પચાસેક મુસ્લિમ સમુદાયના લોકો શોભાયાત્રા પાસે આવી પહોંચ્યા હતા અને આયોજકોને ‘આગળ અમારી મદરેસા છે, તમારાં ડીજે વગાડવાનું બંધ કરો’ તેમ કહીને ઉશ્કેરાઇને બોલાચાલી કરી ડી.જે બંધ કરાવી દીધું હતું.

મદરેસા અને આસપાસનાં મકાનોનાં ધાબાં પરથી થયો હતો પથ્થરમારો

આગળ જણાવવામાં આવ્યા અનુસાર, આ માણસો પરત ફરી રહ્યા હતા ત્યારે મદરેસાના ધાબા પર તેમજ આસપાસનાં મકાનોના ધાબા પર એકઠા થયેલા મુસ્લિમ સ્ત્રી-પુરૂષોએ ઉશ્કેરણી કરીને જોરજોરથી ‘મારો…મારો હિંદુઓની શોભાયાત્રા બંધ કરાવો’ અને ‘આજે હિંદુઓ જીવતા જવા ન જોઈએ’ તેવી બૂમો પાડીને પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને ત્યારબાદ ઈંટો અને મોટા-મોટા પથ્થરો શોભાયાત્રા તરફ આવવા માંડ્યા હતા.દરમ્યાન, શોભાયાત્રાના બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મચારીઓ તેમજ યાત્રાના આગેવાનોએ પથ્થરમારો રોકવાના પૂરતા પ્રયાસો કર્યા હતા પરંતુ ઉશ્કેરાયેલા મુસ્લિમ ટોળાએ પથ્થરમારો ચાલુ રાખ્યો હતો.જેના કારણે ઠાસરા પોલીસ મથકના કર્મચારીઓ તેમજ યાત્રામાં સામેલ અન્ય કેટલાક લોકોને ઈજા પહોંચી હતી.પરિસ્થિતિ વણસતાં અન્ય પોલીસ કર્મચારીઓનો કાફલો પણ સ્થળે પહોંચી જતાં પથ્થરમારો કરનારા માણસો મદરેસા અને આસપાસનાં મકાનોના ધાબા પરથી ઉતરીને ભાગી છૂટ્યા હતા.

17 સામે નામજોગ, અન્ય પચાસના ટોળા સામે ફરિયાદ

ઠાસરામાં શિવયાત્રા પર હુમલો થયા બાદ આ મામલે કુલ 17 ઇસમો સામે નામજોગ અને બાકીના પચાસ મુસ્લિમ વ્યક્તિઓના ટોળા સામે IPCની કલમ 143, 147, 148, 149, 153A, 295A, 323, 324, 504, 505, 506(2) હેઠળ ઠાસરા પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવી છે.જેમની સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે તેમનાં નામ આ પ્રમાણે છે:

– મહંમદ અબરાર રિયાઝુદ્દીન સૈયદ
– અસ્પાક મજીમ્મીયાં બેલીમ
– જાઈદઅલી મહંમદઅલી સૈયદ
– અતીક મલેક
– અહદ સૈયદ
– હારૂન પઠાણ
– રૂકમુદ્દીન રિયાકતઅલી સૈયદ
– ફિરોઝ મજીતખાન પઠાણ
– ઇદ્રીશ
– નાવેદ
– જુનૈદ
– તનવીર સૈયદ
– ફૈજાન સૈયદ
– ફઈમ બેટરી
– જાબીરખાન ઇનાયતખાન પઠાણ
– ચીકન
– અલ્તાફખાન મુખત્યારખાન પઠાણ

Share Now